મદ્રાસ હાઈકોર્ટે આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં વીસ અઠવાડીયાી ઓછા સમયનો ગર્ભ હોય તો પિડીતા ગર્ભપાત કરાવી શકશે

દેશભરમાં બળાત્કાર વિરોધી કાયદા પ્રત્યે સતત વધતી જતી ચિંતા અને પિડીતાને કાયદાની સાથે સાથે માનવીય સંવેદનાઓ આધારિત ન્યાય મળી રહે તે માટેની સતત ચિંતા વચ્ચે ભોગ બનનાર પિડીતાને મેડિકલ બોર્ડની મંજૂરી વિના ગર્ભપાતનો અધિકાર આપતો મહત્વનો ચુકાદો અદાલતે આપ્યો છે.

મદ્રાસ હાઈકોર્ટે આપેલા એક ચુકાદામાં વીસ અઠવાડિયાથી ઓછા સમયનો પિડીતાનો ગર્ભ હોય તો તેનો અંત લાવવા ભોગ બનનારને મેડિકલ બોર્ડ સહિતની સંસ્થાઓની કોઈ મંજૂરી આવશ્યકતા ન હોવાનો ચુકાદો આપ્યો હતો.

મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમુર્તિ એન.આનંદ વેંકેટશે જણાવ્યું હતું કે, બિનજરૂરી ગર્ભના તમામ કેસોમાં ભોગ બનનાર મહિલાઓને આવા ગર્ભ દૂર કરવા માટે કે જે વીસ અઠવાડિયાી ઓછા સમયના હોય તેવા ગર્ભને દૂર કરવા માટે મેડિકલ બોર્ડની પરવાનગીની જરૂરિયાત રહેતી નથી.

ગર્ભપાત અંગેના ૧૯૭૧ના અધિનિયમનની જોગવાઈ મુજબ ગર્ભપાત માટે ભોગ બનનાર મહિલાઓને ન્યાયના દ્વાર ખટખટાવવાની કોઈ જરૂર રહેતી નથી ભોગ બનનાર યુવતીએ નાવિદ અહેમદ નામના આરોપી દ્વારા કરવામાં આવેલા બળાત્કારી ગર્ભવતી બની હતી. ભોગ બનનારનો કેસ પોલીસમાંથી  ક્રાઈમ બ્રાંચમાં રિફર કરવામાં આવ્યો હતો. પિડીતાએ બળાત્કારીના પાપે મળેલી ગર્ભાવસ દૂર કરવા માંગણી કરી હતી અને આ કેસ મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. સ્થાનિક પોલીસના હાથમાંથી સીઆઈડીએ અધિગ્રહણ કરેલા આ કેસમાં પિડીતાએ બળાત્કારના પરિણામે રહેલા ગર્ભના નિકાલ માટે કાનૂની દાદ માંગી હતી. જેમાં મદ્રાસ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એન.આનંદ વેકેટશે દેશભરની અદાલતો માટે માર્ગદર્શન બની રહે તેવા ચુકાદામાં જણાવ્યું હતું કે, વીસ અઠવાડિયાથી વધુ સમય ન વિત્યો હોય તેવા ગર્ભપાત માટે બળાત્કારનો ભોગ બનેલ યુવતીને ન્યાયના દ્વાર ખખડાવવાની જરૂર રહેતી નથી.

ભોગ બનનાર યુવતીએ પોલીસમાં દાખલ કરેલી ફરિયાદની સાથે સાથે પોલીસમાં જ તેની ગર્ભાવસ્થા નિવારવાની વ્યવસ્થા કરવા પોલીસને અરજી કરી હતી. જો કે આ પોલીસે આ અંગે કોઈ પગલા ભર્યા ન હતા. પિડીતાએ પોતાની મેળે આ પરિસ્થિતિમાં ન્યાય માટે આગળ વધવાનો નિર્ણય કર્યો હતો અને યુવતિ પાસે હાઈકોર્ટમાં જવા સિવાય કોઈ રસ્તો રહ્યો ન હતો. મહિલાએ તબીબી પરિક્ષણ કરાવી પોતાના ગર્ભાવસ્થાકાળ આઠ થી દસ સપ્તાહનો હોવાનો રિપોર્ટ સરકારની કસ્તુરબા ગાંધી હોસ્પિટલમાંથી મેળવ્યો હતો. સરકારી હોસ્પિટલો અને સંસ્થાએ રાજીવ ગાંધી ગર્વમેન્ટ હોસ્પિટલના ડીનને અધિપત્ર લખી જણાવ્યું હતું કે, ગર્ભપાત અંગેનો નિર્ણય મેડિકલ બોર્ડે જ લઈ શકે.

મદ્રાસ હાઈકોર્ટે પોલીસને ડીએનએ ટેસ્ટ કરાવી તેનો રિપોર્ટ ફોરેન્સીક લેબોરેટરીને મોકલીને રાજીવ ગાંધી ગર્વમેન્ટ ગાયનેક હોસ્પિટલમાં ભોગ બનનાર પિડીતાનો ગર્ભપાત કરાવવાનો આદેશ આપ્યો હતો અને ૧૮મી જુને કોર્ટને આ અંગે અહેવાલ આપવા જણાવ્યું હતું.

અરજદારના સલાહકાર સુધારામાં એ તમામ કિસ્સાઓમાં વીસ અઠવાડિયાી ઓછા ગર્ભના નિવારણ માટે ભોગ બનનાર પિડીતાઓને હવે અદાલતના દ્વાર ખખડાવવાની જરૂર રહેતી ની તેમ જણાવ્યું હતું.

ન્યાયમુર્તિએ એમ પણ જણાવ્યું હતું કે, વીસ અઠવાડિયાથી વધુના સમય વાલા કિસ્સામાં પણ ભોગ બનનાર મહિનલાના જીવના જોખમની સ્થિતિમાં ગર્ભપાત ખરડામાં ગર્ભપાતની જોગવાઈ છે. આવા કિસ્સામાં મેડિકલ બોર્ડની દેખરેખ હેઠળ હાઈકોર્ટની મંજૂરી મળી શકે છે. ફોજદારી ગુનાઓ સાથે સંકળાયેલા ગર્ભપાતના કિસ્સામાં ડીએનએ ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. મદ્રાસ હાઈકોર્ટ વીસ અઠવાડિયાથી ઓછા સમયના ગર્ભના નિકાલ માટે ભોગ બનનાર પિડીતાઓને આ ઝંઝટને નિવારવા મુક્તિ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.