ગોલ્ડન એરા ગાયિકા શારદાએ લત્તા-આશાના એક ચક્રી યુગમાં પણ શ્રેષ્ઠ ગીતો ગાયા પણ ક્યારેય તે મુખ્ય ગાયિકા ન બની શકી: અભિનેતા રાજકપૂર અને સંગીતકાર શંકર જયકિશને તેમની ફિલ્મ ગાયન કેરીયરમાં ઘણી મદદ કરી હતી
શારદા રાજન અયંગર યાને… ફિલ્મ ગાયિકા શારદા. જુદા જ અવાજ સાથે ફિલ્મ જગતનાં 1960થી 70ના દશકામાં ખુબસુરતને શ્રેષ્ઠ ગીતો આપ્યા હતા. ગોલ્ડન એરા ગાયિકા શારદા ક્યારેય ફિલ્મ જગતમાં મુખ્ય ગાયિકા તરીકે ઉભરી ન શક્યા જો કે તેણે ગાયેલા થોડા ગીતો ખૂબ જ પ્રસિધ્ધી પામ્યા હતા. તેમની કારકિર્દીનું પ્રથમ ગીત 1966માં સૂરજ ફિલ્મમાં “તીતલી ઉડી” આજે પણ પ્રખ્યાત છે.
આજ ફિલ્મનું રફીએ ગાયેલું ‘બહારો ફૂલ બરસાવો’ પણ હિટ હતું. તેથી એક મેલ-સીંગરને એક ફિમેલ સીંગરને એવોર્ડ આપવાની શરૂઆત કરવી પડી કારણ કે બન્ને ગીતો હિટ ગયાને બન્ને વોટીંગ પણ સરખા મળ્યા હતા. 25 ઓક્ટોબર 1937ના રોજ તામિલનાડુંમાં તેમનો જન્મ થયો હતો. આજે 84 વર્ષે પણ સંગીત સાથે એટલો જ લગાવ રાખેલો હતો.
શારદા એક રૂઢીવાદી બ્રાહ્મણ પરિવારમાંથી હતા તેને બચપનથી સંગીતનો શોખ હતો. તેણે પ્રારંભમાં નાની પાર્ટી-ગીતોના કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું. રાજકપૂરે તેહરાનમાં એક પ્રાઇવેટ કાર્યક્રમમાં સાંભળ્યાને તેનો અવાજ ગમ્યો તેણે શારદાને વચન આપેલ કે તેના બેનરની ફિલ્મમાં જરૂર ચાન્સ આપશે. શારદાને 1966માં સૂરજ ફિલ્મથી શંકર જયકિશનની જોડીએ ગાવાની તક આપીને પ્રથમ ગીતે જ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ મળ્યો. આ વર્ષ પછી 1968 થી 71 સતત ચાર વર્ષ તેમના ગીતો નોમીનેશન થયાને બેવાર ફિલ્મ ફેર એવોર્ડ પણ જીત્યા.
શારદાએ ખ્યાતનામ અભિનેત્રી વૈજયંતીમાલા, સાધના, સાયરાબાનુ, હેમામાલિની, શર્મિલા ટૈગોર, મુમતાજ, રેખા અને હેલન જેવી પ્રમુખ અભિનેત્રી માટે પોતાના સ્વરમાં શ્રેષ્ઠ ગીતો ગાયા. તેણે રફી, આશા, કિશોર, યસુદાસ, મુકેશ અને સુમન કલ્યાણપુર જેવા ગાયકો સાથે હિટ યુગલ ગીતો પણ ગાયા જે આજે પણ લોકો યાદ કરે છે.
તે ભારતની પ્રથમ મહિલા ગાયિકા હતી કે જેણે 1971માં ‘સીઝલરસ’નામથી પોપ આલ્બમ એચ.એમ.વી. સાથે બહાર પાડ્યો હતો. તેનો રૂટીંગ ગાયક કરતાં જુદો જ અવાજ અને ગઝલ ગાયિકી ટાઇપ હોવાને કારણે ફિલ્મ જગતમાં તેના ગીતો જુદા તરી આવે છે. શારદાએ ફિલ્મ ફેર એવોર્ડ ફંક્શન, ચેરીટી શો સાથે ઘણા સ્ટેજ શો સમગ્ર ભારતમાં કર્યાં. તેના ગીતોએ અનેરો ચાહક વર્ગ ઉભો કર્યો હતો. ગમે ત્યારે તેનું ગીત વાગે તો સંગીત ચાહકો ‘શારદા’નો અવાજ બોલીને સાથે ગીતો ગાવા લાગતા. જયકિશનના અવસાન બાદ સંગીતકાર શંકરે તેમની પાસે 1986 સુધી ગીતો ગવડાવ્યા હતા.
ગાયિકા શારદા ભલે મુખ્ય ગાયિકા ન હતી પણ તેણે એક ચોક્કસ વર્ગ, પ્રશંસકો અને શુભચિંતકો સાથે પ્રસિધ્ધી મેળવી હતી. તેમણે તેલુગુ, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં શ્રેષ્ઠ ગીતો ગાયા હતા. 2007માં મિર્જાગાલિબની ગઝલ સંકલનનો આલ્બમ બહાર પાડ્યો હતો. શબાના આઝમીના વરદ્ હસ્તે અને ખૈયામ સાહેબની હાજરીમાં કેટલીક ગઝલો રજૂ કરીને સૌને રોમાંચિત કર્યા હતાં.
1970 પછી તેમણે સંગીત નિર્દેશક તરીકે ઘણી ફિલ્મો કરી જેમાં ‘ર્માં-બહેન ઔર બીબી’ (1974)માં રફી સાહેબનાં ગીતને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો હતો. નવોદિત ગાયિકા તરીકે પ્રથમ ફિલ્મ ગીતમાં જ એવોર્ડ મેળવનાર ‘શારદા’નું નામ ફિલ્મ જગતમાં સદૈવ અમર રહેશે. ‘સૂરજ’ ફિલ્મનું ગીત ‘દેખો મેરા દિલ મચલ ગયા’ ખૂબ જ પ્રચલિત થયું. કારણ કે તે ગીતનો અવાજ જુદો જ સ્પર્શ આપતો અને સિતારના ઉપયોગથી ગીતને ચાર ચાંદ લાગી ગયા હતા.
પ્રારંભે તેની પાસે રેડિયો પણ ન હતો તેથી તેના મિત્રોના ઘરે જઇને ગીતો સાંભળીને ઘરે આવીને ગીતો ગાતી હતી. શારદાની આ વાતથી તેમની માતા તેના પ્રથમ સંગીત શિક્ષક બન્યા હતા. પછી તેનો પરિવાર ઇરાન શિફ્ટ થયોને બાદમાં તહેરાનના એક સંગીત જલ્સામાં તેણે ગાવાની તક મળી જ્યાં રાજકપૂરે તેને પ્રથમવાર સાંભળ્યા હતા. બાદમાં ભારત આવીને રાજકપૂરના ઘેર જ સંગીત પાર્ટીમાં સુંદર ગીતો રજૂ કરીને આર.કે.પરિવારના દિલ જીત્યા હતા. શારદાની હિટ ફિલ્મોમાં સૂરજ (1966) એ રાઉન્ડ ધ વર્લ્ડ (1967), એન ઇવનિંગ ઇન પેરીસ (1967), ચંદા ઔર બીજલી (1969), હરે કાંચ કી ચુડિયા (1967), પહેચાન (1970), વચન (1974), એલાન (1971) જેવી વિવિધ ફિલ્મો મોખરે રહી હતી.
- શારદાના ફિલ્મી ગીતો
– તીતલી ઉડી……સૂરજ
– દેખો મેરા દિલ મચલ ગયા…..સૂરજ
– જાને ચમન શોલા બદન…..ગુમનામ
– લેજા…..લેજા…..લેજા…..મેરા દિલ……. એન ઇવનિંગ ઇન પેરીસ
– તુમ પ્યાર સે દેખો…….સપનો કા સૌદાગર
– વો પરી કર્હાં સે લાવુ……પહચાન
– જબ ભી યે દીલ ઉદાસ હોતા હે……સીમા
– જાને ભી દે સનમ……એરાઉન્ડ ધ વર્લ્ડ
– દુનિયા કી સૈર કરલો…..એરાઉન્ડ ધ વર્લ્ડ
– તારો સે પ્યારે…..દિવાના