150 થી વધુ દર્દી ને લાભ મળેલ ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, સાંધા ના દર્દ નુ નિદાન વિનામુલ્યે પટેલ જીતુભાઈ કુહાડા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેકટર કિશોર ભાઈ કુહાડા દ્વારા સુંદર આયોજન સાંગાણી હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટર દ્વારા નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાઇ.
વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ કુહાડા અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેકટર કિશોર ભાઈ કુહાડા અને સ્વ. મોહનભાઈ કાનજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિનામુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
સાંગાણી સુપર હોસ્પિટલ ના નિષ્ણાત ડોક્ટર કૃણાલ સાંગાણી (હૃદય રોગ ડાયાબીટીસ) મેડીશન વિભાગ, ડો.આકાશ શાહ તેમજ ઓર્થોપેડીક વિભાગ ડો નવાઝ વોહરા ( હાડકા તેમજ સ્નાયુ માટે ) ફિઝીયોથેરાપી વિભાગ ડો હિતીક્ષા ઉનડકટ અને ડેન્ટલ વિભાગ ડો. જીલ સાંગાણી ડો.બીનીકા ગોહીલ દ્વારા નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાઇ…