1550 જેટલી સહકારી બેન્કો પૈકી મીડિયમ સાઈઝ કેટેગરીમાં મેદાન માર્યું
બેન્કના ચેરમેન નવીનભાઈ શાહ, એમડી ડો. કુમુદચંદ ફિચડિયા, જોઇન્ટ એમડી ભાવનાબેન શાહ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરની મહેનત રંગ લાવી
અબતક, અતુલકોટેચા, વેરાવળ : ધ વેરાવળ મરકન્ટાઇલ કો ઓપરેટિવ બેન્કે નવી સિદ્ધિ મેળવી છે. ચાલુ વર્ષે શ્રેષ્ઠ કામગીરી બદલ બે એફસીબીએ એવોર્ડ બેંકને મળ્યા છે. બેન્કના ચેરમેન નવીનભાઈ શાહ, એમડી ડો. કુમુદચંદ ફિચડિયા, જોઇન્ટ એમડી ભાવનાબેન શાહ અને સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરની મહેનત રંગ લાવતા 1550 જેટલી સહકારી બેન્કો પૈકી મીડિયમ સાઈઝ કેટેગરીમાં ધ વેરાવળ મરકન્ટાઈલ કો ઓપરેટિવ બેન્કે મેદાન માર્યું છે.
સૌરાષ્ટ્રની અગ્રણી ધી વેરાવળ ધમર્કટાઈલ કો ઓપરેટિવ બેન્ક લીને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ કામગીરી બદલ બે એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.દેશના પ્રથમ હરોળના પ્રતિષ્ઠ મેગેઝીન બેન્કિંગ કરન્ટ્રીયર દ્વારા આશરે 1550 જેટલી નાગરિક સહકારી બેન્કો પૈકી ૫૦૦ કરોડ થી ૧૦૦૦ કરોડ ડિપોઝીટ કેટેગરીમાં ધી વેરાવળ માર્કન્ટાઈલ કો ઓપરેટિવ બેન્ક લીને ચાલુ વર્ષે ૨૦૨૦- ૨૧ માટે બેસ્ટ કો ઓપરેટિવ બેન્ક તેમજ એચ આર ઇનોશીએટિવ એમ બે એફસીબીએ એવોર્ડ રિઝર્વ બેન્કના પુર્વ ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા વર્ચ્યુઅલી એનાયત કરવામાં આવેલ છે. આમ ધી વેરાવળ માર્કન્ટાઈલ કો ઓપરેટિવ બેન્ક લી.એ ચાલુ વર્ષે પણ બે એવોર્ડ પ્રાપ્ત કરનારી બેન્ક બની સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રનું ગૌરવ વધાર્યું છે.
બેન્કના ચેરમેન નવીનભાઈ શાહ, મેનેજીંગ ડિરેક્ટર ડો. કુમુદચંદ ફિચડિયા, જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ભાવના બેન એ . શાહ તથા સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટર દ્વારા બેન્કની સિદ્ધિને સર્વે સભાસદો થાપણદારો અને ગ્રાહકોના બેન્ક ઉપર અતુટ વિશ્વાસ અને સહકારને સમર્પિત કરેલ છે. અને બેન્કના કર્મચારીઓએ કરેલા પ્રયાસોનું ફળ ગણાવીને સર્વેને શુભેરછા પાઠવી છે.
આ સિદ્ધિ સર્વે ડિરેકટરોએ કરેલી અથાગ મહેનતનું ફળ, બેંક હજુ નવા આયામો સર કરશે : નવીનભાઈ શાહ
ધ વેરાવળ મરકન્ટાઈલ કો ઓપરેટિવ બેન્ક લી.ના ચેરમેન નવીનભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે બેંક વર્ષોથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતી આવી છે. ચાલુ વર્ષે બે એવોર્ડ એનાયત થયા છે. આ સિદ્ધિ સર્વે ડિરેકટરોએ કરેલી અથાગ મહેનતનું ફળ છે. હજુ પણ ડિરેકટરોની મહેનતથી બેંક નવા આયામો સર કરવાની છે. અંતમાં તેઓએ જણાવ્યું કે બેંકના ડિરેકટરો બીઝનેસમેન છે. તેઓ બેંકના સંચાલનમાં કુશળ છે. તેઓ પોતાનો કિંમતી સમય બેંકને આપીને બેંકને વધુ સફળતા મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ સિદ્ધિનો શ્રેય બેંકના ડિરેકટરો, કર્મચારીઓ અને બેંક ઉપર વિશ્વાસ મુકનાર ગ્રાહકોને શિરે જાય છે.