ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી નિમિતે સભાસદોને ભેટ કુપન અપાયા
અબતક,અતુલ કોટેચા
વેરાવળ
લોકોને બેન્કીંગ સેવાઓ પુરી પાડી બચતની પ્રવૃતિને ઉત્તેજન આપવા માટે સને 1972માં ધી વેરાવળ મર્કન્ટાઇલ કો – ઓપરેટીવ બેન્ક લી.ની સ્થાપના કરવામાં આવી હતી. અવિરત પ્રગતિ , સ્થિરતા અને સલામતીની પરંપરા નિભાવી તેની યશસ્તિ કામગીરીના 50મા વર્ષમાં પ્રવેશ કરેલ છે. બેન્કની ગોલ્ડન જયુબીલી વર્ષની ઉજવણીના ભાગરૂપે સભાસદોને ભેટ કુપન વિતરણ કરવાનો એક કાર્યક્રમ બેન્કની વહીવટી ઓફીસ ખાતે બેન્કના પ્રતિષ્ઠીત સભાસદોની હાજરીમાં યોજવામાં આવેલ . બેન્ક તરફથી તારા – 03-2011 ના શે બેન્કનું સભ્યપદ ધરાવતા તમામ સભાસદોને રૂમ.250 / કિંમતનું ભેટ કંપન આપવામાં આવશે . જે માટે બેન્કે ગૃહ ઉપયોગી ચીજ વસ્તુના વેપારીઓ સાથે વાટાઘાટો કરી , કીચનવેર , હેન્ડલમની નામાંકિત કંપનીઓની પ્રોડકટ ઉપર મહતમ ડીસ્કાઉન્ટ આપતા વિવિધ શહેરોના 19 વેપારીઓની નિમણૂંક કરેલ છે .
જે પૈકી કોઈપણ પાસે બેટ પન જ કરી શબાબતો તેમની મનગમતી વસ્તુ , એમ.આર.પી. ઉપર નક્કી કરેલ ડીસ્કાઉન્ટ ઉપરાંત ભેટ કુપનની રકમ બાદ મેળવી ખરીદ કરી શકશે . બેન્ક મેનેજમેન્ટ દ્વારા સર્વે સભાસદોને તેમની હોમ બ્રાન્ચમાંથી કામકાજના દિવસો દરમ્યાન બપોરે 3-00 થી 6-00 સુધીમાં પોતાનું ભેટ કુપન મેળવી લેવા વિનંતી કરેલ છે . સભાસદો તરફથી બેન્કની આ યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળી રહેલ છે .
બેન્ક આજે 11 શાખાઓ , 26000 થી વધુ સભાસદો અને 1 લાખથી વધુ ગ્રાહકોનો વિશાળ પરિવાર ધરાવે છે . બેન્કે રૂા .1 હજાર કરોડના બીઝનેસનો લક્ષ્યાંક હાંસલ કરેલ છે . બેન્કના રીઝવ્સે રૂા .70 કરોડને આંબ્યા છે . બેન્કના ચેરમેનશ્રી નવીનભાઈ એચ . શાહ , મેનેજિંગ ડીરેકટરશ્રી ડો . કુમુદચંદુ એ . ફીચડીયા તથા જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર શ્રીમતિ ભાવનાબેન એ . શાહ દ્વારા જણાવવામાં આવેલ કે બેન્કની પાંચ દાયકા દરમ્યાન થયેલ પ્રગતિ અને વિકાસનો ખરો યશ બેન્કના સભાસદો , ગ્રાહકો તથા શુભેચ્છકોના સાથ અને સહકારને આભારી છે.