શાકભાજી વેચવા માટે ખેડુતોને યાર્ડમાં બેસવા દેતા નથી: આવેદન અપાયું
જુનાગઢ માકેટીંગ યાર્ડ આસપાસનો વિસ્તાર ઘણા સમયથી જાણે અસામાજીક તત્વોને હવાલે થયો હોય પોલીસ અને કાયદાનું અહિંયા જાણે અસ્તિત્વજ ન હોય તેમ હવે માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી વિભાગમાં બહારથી આવતા ખેડુતોના શાકભાજીના શેડ પર કબજો જમાવી ત્યાં રીટેઇલ વેપારના થડા ગોઠવી દેતા જુનાગઢ યાર્ડમાં ખેડુત હાલ મોટી હાલાકી ભોગવી રહ્યો છે.
આ અંગે વધુ વિગત અનુસાર માકેટીંગ યાર્ડમાં ખેડુતોને રોજ પોતાની વાડીએ ઉગાડેલા શાકભાજી તેમજ પાક લઇ વેચવા આવતા હોઇ તેમજ તેમને પોષણક્ષમ ભાવ પણ મળતો ન હોય ત્યારે માકેટીંગ યાર્ડ માં ગેરકાયદેસર આવારા તત્વો થડા પાથરીને બેસે છે. જે લોકો આવનારા ખેડુતોને અવાન નવાર પોતાનો પાક ઉતારવાની જગ્યા આપતા નથી. તેમજ અપશબ્દો બોલીને ખેડુતોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે આજે અમીત પટેલની આગેવાની હેઠળ જુનાગઢ તાલુકાના દરેક ગામના ખેડુતા આગેવાનો કલેકટરશ્રીને આવેદન પત્ર આપી યોગ્ય ન્યાય અપાવવા કહ્યું કે જો આવનારા દિવસોમાં યોગ્ય ઉકેલ લેવામાં નહી આવે તો જુનાગઢ જીલ્લાભરના ખેડુતો મોટી સંખ્યામાં ગાંધી ચીંઘ્યા માર્ગે ખેડુતો દ્વારા આંદોલન કરવામાં આવશે આજે અમીત પટેલની સાથે મહેશ રુડાની, મુનાભાઇ મકવાણા, વિજયભાઇ ઢોલરીયા, મિલનભાઇ ઠુમર, ભરતભાઇ રાયજાદા, કીશોરભાઇ પોકિયા તેમજ જુનાગઢ તાલુકાના દરેક ગામના ખેડુત સમાજ ના આગેવાનો જોડાયા હતા.