વાંક પરિવાર દ્વારા મવડીમાં શ્રીમત ભાગવત કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે જેનો અનેક ભાવિકો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યાં છે. જ્ઞાન યજ્ઞ દરમિયાન ભવ્ય લોક ડાયરો, દાંડીયા રાસ, શ્રીનાથજીની ઝાંખી, દેવ ડાયરો, મહાપ્રસાદ સહિતના અનેક કાર્યક્રમો હર્ષભેર ઉજવાઈ રહ્યાં છે. આ ભાગવત સપ્તાહમાં માત્ર ચાર દિવસમાં જ ૭૦ હજારથી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ભાગવત સપ્તાહમાં ગોવર્ધન પર્વતની થીમ સર્વેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકડાયરામાં માયાભાઈ આહિર, દેવરાજ ગઢવીએ સૌને મંત્ર મુગ્ધ કરતા લાખો પિયાનો વરસાદ થયો હતો. તેમજ જીગ્નેશ કવીરાજના દાંડીયા રાસમાં પણ હજારો લોકો ગરબે રમ્યા હતા. કથાકાર પૂ.જીગ્નેશ દાદાની શ્રીનાથજીની ઝાંખીનું યુ-ટયુબ ચેનલ પર દેશ-વિદેશમાં લાખો લોકોએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ ભવ્ય સપ્તાહ દરમિયાન સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય જવાહર ચાવડા, ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠીયા, હકુભાઈ જાડેજા, પ્રવિણભાઈ મુછડીયા તથા આહિર સમાજના રાનાબાપા ડાંગર, ત્રિકમભાઈ આહિર, જીવણભાઈ કુંભરવાડીયા તેમજ રાજકોટ મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કથા દરમિયાન લોકોને આવવા-જવા માટે ખાસ વાહનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
Trending
- રોજની કસરતના સમયમાં 5 મિનિટનો વધારો બ્લડપ્રેશરને લાવી શકે છે નીચે
- ગોપાષ્ટમી ક્યારે છે? જાણો ચોક્કસ તારીખ, કથા અને આ દિવસે શું કરવું
- Ahmedabad : સિનિયર સિટીઝન માટે ખુશખબર, વય વંદના યોજના અમલમાં મુકાશે
- World Urbanism Day શા માટે ઉજવવામાં આવે છે? ઇતિહાસ, થીમ અને મહત્વ જાણો
- ભારતમાં અપાતા વિવિધ સર્વોચ્ચ એવોર્ડ અને પુરસ્કારો વિશેની માહિતી
- 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. 11 નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- તુલસીના કુંડામાં આ એક વસ્તુ મૂકો, શિયાળામાં પણ છોડ નહીં સુકાઈ
- આ બીજ છે ‘sperm’ બનાવવાનું મશીન, પુરુષોએ રોજ ખાવું જોઈએ!