વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને અત્યારે વિશ્વના અનેક નાના અને ઉભરતા તાજેતરમાં લોકતાંત્રીક રીતે આઝાદ થયેલા દેશો ભારતની ચૂંટણી પ્રક્રિયાને આદર્શ માનીને શાસન વ્યવસ્થા ચલાવી રહી છે. આજે મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ચૂંટણી મતદાન અને મતદાતાને ભારતથી વધુ સારી રીતે કોણ સમજી શકે.
ભારત એક એવો દેશ છે કે, જે વિવિધ સંપ્રદાય અને ધર્મ, વર્ગ અને વિચારધારા ધરાવતા એક મોટા સમુહને લોકતાંત્રીક રીતે એક રાખીને શાસન વ્યવસ્થામાં છેવાડાના મતદાતાને પૂર્ણ અધિકાર સાથે ભાગીદાર બનાવી રાખે છે. વિશ્વ મતદાતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે સાંપ્રત સમયમાં રાજકીય સત્તા માટે મહત્વના બનેલા છેવાડાના મતદાતાઓનું મૂલ્ય બધા સમજી ગયા છે. ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, સ્થાનીક સ્વરાજય સંસ્થાની ચૂંટણીઓ વિધાન સભા અને લોકસભાની દેશની અંતસ્થરીય ચૂંટણી વ્યવસ્થામાં મતદાનથી જીતેને સત્તાનું સવર્ણિમ ભોગવનારા લોકશાહીના રાજા બનીને મહાલે છે.
પંચાયતની સભ્યપદથી સાંસદ સુધીના નેતાઓ ચૂંટણીમાં એકએક સત્તા પાછળ ન કહી શકાય તેવા ખર્ચ માટે જરાપણ લોભ નથી કરતા પંચાયતના સભ્ય ૨૦૦ -૫૦૦ મત લેવા બે પાંચ લાખ રૂપીયા વાપરી નાખવામાં અને ધારાસભ્ય ને સંસદ બનવા માટે નાણા વાપરનારાનો આંકડો હવે તો કરોડોમાં પહોચ્યો છે. લોકતંત્રમાં મતદાતાનું રૂપીયાથી મૂલ્ય સમજાય ગયું છે.હજુ મતદાતાનું મહત્વ સમજાયું નથી જયારે મતદાતાનું મૂલ્ય સમજવાનું રાજકારણ, મતદાતાનું મહત્વ સમજતા થઈ જશે ત્યારે આપોઆપ લોકતંત્ર સોનાથી મઢાઈ જશે.
મતદાતા દિવસની ઉજવણી મતદાન માટેની જાગૃતી માટે જરૂરી છે. દેશની એક નવી પેઢી જયારે દર વર્ષે પ્રથમ મતદાર બનવા તૈયાર થતી હોય તેવા લાખો મતદારો હોય છે. જે દરેક ચૂંટણીમાં પોતાના જીવનનું અંતિમ મતદાન કરવા માટે બીમારી અને વૃધ્ધાવસ્થામાં ચૂંટણીની તારીખ જોતા હોય આપણા નાગરીકો ચૂંટણી થકી મતદાન ફરજ સમજાય જશે,. મતદાતાની કિંમતની રાજકારણીઓને છે. પણ હજુ આપણા વચ્ચે મતદાતાનું મહત્વ સમજાયું નથી. પાંચ વર્ષે એક વખત વાપરી લેવાની વસ્તુના બદલે પાંચ વર્ષ સુધી સાચવવાની જયારે સમજ આવી જશે. ત્યારે મતદાતા દિવસની ઉજવણીનું સાર્થક ગણાશે.