વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓનલાઈન પ્રારંભ કરવામા આવ્યો હતો.જેમાં પ્રથમ તબકકામાં પ્રથમ દિવસે ૩,૦૦૦ કેન્દ્રો પર લગભગ પોણા બે લાખ જેટલા આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. દરેક રસીકરણ સત્રમાં ૧૦૦ જેટલા લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.જેમાં રાજકોટમાં પણ ૬ સ્થળો પર રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દેશમાં બનાવવામાં આવેલી કોવિશિલ્ડ અને કોવેકશીન રસી સૌપ્રથમ ફલાઈન વોરીયર્સ ત્યાર બાદ ૫૦ વર્ષથી વધુ ઉમરના વૃધ્ધને રસીકરણ કરવામાં આવશે. મેં પણ રસીકરણનો લાભ લીધો છે.કોરોનાની રસી ખબ જ સુરક્ષિત છે. અને તે લીધા બાદ મને ખૂબ જ સારી અનતિ થઈ છે.માટે જયારે પણ લાભ મળે ત્યારે દરેક વ્યકિતએ રસીકરણ કરાવી લેવું જોઈએ.

મોટી ઉમરની વ્યકિતએ રસી શા માટે મુકવી જોઈએ – મોટી ઉંમરની વ્યકિતની રોગ પ્રતિકારક શકિત ઓછી હોય છે. તેઓ બહાર ન જતા હોય પરંતુ ધરના અન્ય સભ્યો જયારે બહાર જાય ત્યારે સંક્રમણનો ખતરો વધી જાય છે.પરંતુ એક વખત રસીકરણ કર્યા બાદ તેઓની સુરક્ષામાં વધારો થશે અને મૃત્યુ દરમાં ઘટાડો થશે.આ માટે સરકારે કોરોના રસીકરણમાં તેઓને ફ્રન્ટલાઈન વોરીયર્સ બાદ પ્રાધાન્ય આપ્યું છે.

સમાનતા સાથે રસીકરણનું સરકારનું માઈક્રો મેનેજમેન્ટ – દિલ્હીમાં એઈમ્સ ખાતે ડો.ગુલેરીયા જયારે રસી મુકાવતા હોય ત્યારે તે જ સમયે રાજકોટમાં તબીબ તરીકે હું ડો. ચિરાગ માત્રાવડીયા રાજકોટની એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલમા રસી મુકાવતા હોય એટલુ જ નહિં મારી સાથેના કોવિડ વોર્ડમાં કાર્ય કરતા આયા બહેન સહિત તમામ સ્ટાફને પણ એકસાથે રસી મુકવામાં આવી હોય ત્યારે સમાનતા સાથેના આયોજનમાં કાબિલે તારીફ છે.આટલા મોટા રસીકરણ અભિયાનમાં કોઈની સાથે ભેદભાવ રાખવામાં ન આવે તેનું ધ્યાન રાખવામા આવે તે ખરેખર મોટી બાબત ગણી શકાય.

રસીકરણની સામાન્ય આડઅસર સામે લાભ અનેક ગણો-  મે શહેરના અન્ય તબીબોની સાથે રસીકરણ કરાવ્યું છે. ત્યારબાદ ખુબ જ સામાન્ય તેમજ દુખાવા રહિત અનુભૂતિ થઈ છે. કશુ લીધુ હોય તેવુ લાગી રહ્યું નથી.રસીથી લોકોએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. રસી કોરોના સામે રક્ષણ માટે છે. એક વખત રસી લીઘા બાદ કોરોના થવાની શકયતા નહિવત રહે છે.રસી લીધા બાદ ખૂબ જ હળવા પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. જેમ કે તાવ આવવો, નબળાઈ લાગવી,શરદી થવી,ઈજેકશનની જગ્યા પર દુખાવો થવો વગેરે. પરંતુ આ લક્ષણો કોઈને થાય તો કોઈને ન પણ થાય.પરંત રસીકરણની આડઅસરનો ખૂબ જ સામાન્ય લક્ષણો છે. તેની સામે મળતા લાભની ટકાવારી અનેક ગણી છે. રસીકરણ લોકોની સુરક્ષા માટે છે. રસી જયારે ઉપલબ્ધ થાય ત્યારે શકય તેટલી વહેલી તકે રસી મુકાવી લેવી જોઈએ.

આપણા દેશમાં બનેલી રસી આપણી આબોહવા માટે અનુકુળ – અન્ય દેશોમાં રસીની આડઅસરના કારણે મોત થાય છે ત્યારે લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ રહયો છે. ત્યારે હું લોકોને કહીશ કે બીજા દેશમાં કોરોનાનો પ્રકાર અને લક્ષણો અલગ હોઈ શકે છે. વિદેશની રસી અને આપણા દેશની રસીની સ્ટોરેજ કેપેસીટી અલગ છે.અન્ય દેશોની રોગપ્રતિકારક શકિતને આપણા દેશની રોગપ્રતિકારક શકિત અલગ હોય છે. ભારતીયોની રોગ પ્રતિકારક શકિત અન્ય દેશોની રોગ પ્રતિકારક શકિત કરતા વધારે હોય છે.આપણી રસી આપણા જ દેશમાં સંશોધન કરી અને વિકસાવવામાં આવી છે. તેમા સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા જેવી નામાંકીત કંપની દ્વારા પણ ઓકસફોર્ડના નિષ્ણાંતોની સાથે મળીને બનાવવામાં આવી છે. આપણી રસી ૨ થી ૮ ડિગ્રીપર સ્ટોર કરવામાં જોખમ ખૂબ જ ઓછી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.