ભારતનાં ઘણા મંદિરોમાં જેમ વીઆઈપી સીસ્ટમ છે. એવી જ પધ્ધતિ જાણે રસીમાં ઉભી થઈ હોય તેમ પરિસ્થિતિ સર્જાઈ છે. આ તરફ વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠને ધ્યાન દોરી ધનિક દેશોને ટકોર કરી છે કે રસીમાં વીઆઈપી જેવું ના હોય ઉલ્લેખનીય છે કે પોતાના નાગરિકોને જટ રસી મળે અને કોરોનામાંથી દેશ મૂકત થાયતે માટે દરેક રાષ્ટ્રની સરકાર પ્રયત્ન કરી રહી છે. અને રસીકરણ શરૂ કરી દીધું છે. જેને લઈ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું છે કે ઘનિક દેશોએ રસીની રેસમાં કુદીને ઠેકડો ન મારવો જોઈએ નાના અને ગરીબ દેશોનો પણ વિચાર કરી મદદ માટે આગળ આવવું જોઈએ. રસી દરેકને મળવી જોઈએ.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાએ વધુમાં જણાવતા કોવિડ -19 રસી બનાવતી કંપનીઓ અને સમૃદ્ધ દેશોને “દ્વિપક્ષી સોદા બંધ કરવા” અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ રસી માટે દરેકની પહોંચ સુનિશ્ચિત કરવા સંયુક્ત રાષ્ટ્રના પ્રયત્નોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ડબ્લ્યુએચઓનાં વડા ટેડ્રોસ એડોમ ઘેબ્રેઇઝે જણાવ્યું જીનીવામાં સવાંદદાતાઓને કહ્યું કે અત્યાર સુધીમાં જે દેશોએ રસીકરણ શરૂ કર્યું છે, તેઓ મોટે ભાગે ઉચ્ચ આવક ધરાવતા દેશો અને કેટલાક મધ્યમ આવકવાળા દેશો છે.
તેમણે વધૂ રસી ઉત્પાદન ક્ષમતાઓ ધરાવતા દેશોને હાકલ કરી કે તેઓએ યુએન સપોર્ટેડ પ્રોજેક્ટ ‘કોવાવેક્સ કાર્યક્રમ’ માટે રસી પૂરી પાડવી જોઈએ. આનાથી બધા માટે રસી ઉપલબ્ધ બનશે.