ZyCov-D ભારતમાં કોરોના વાયરસની સામે પાંચમી રસી હશે
ભારતીય દવા નિયામક આ અઠવાડિયે વધુ એક કોવિડ વિરોધી વેક્સિન ને લીલીઝંડી આપી શકે છે. આ વેક્સિન બાળકો માટે હશે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે આ વેક્સિનની ભૂમિકા મહત્વની છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝાયડસ કેડિલાની 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે બનાવવામાં આવેલી વેક્સિન Zycov-d પર સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીનું ડેટા વિશ્લેષણ કરશે. અધિકારીઓએ કહ્યું કે આ રસીનું ટ્રાયલ વયસ્કો સાથે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર કરવામાં આવ્યું છે. જો SEC રજૂ કરવામાં આવેલા આંકડા અને દસ્તાવેજોથી સંતુષ્ટ છે, તો વેક્સીનને જલ્દી જ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવશે. આ મંજૂરીથી સ્કૂલો ખુલવામાં તેજી આવી શકે છે. જો કે વેક્સીનનો સપ્લાય ચિંતાનો મુખ્ય વિષય છે.
એક રિપોર્ટ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, કંપની દ્વારા પ્રસ્તુત આવેદનનું શરૂઆતનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે અને અમે તેના પર આગળના વિચાર માટે જઊઈ ને મોકલ્યું છે. જલ્દી જ જઊઈની બેઠક થશે. કંપનીના પ્રતિનિધીઓને પણ પ્રેઝન્ટેશન આપવા કહેવામાં આવશે. જો જઊઈને કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા ફેઝ 3ના આંકડા સંતોષજનક લાગે છે, તો વેક્સિન માટે ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આ જ અઠવાડિયે આપવામાં આવી શકે છે.
અધિકારીએ કહ્યું કે એકવાર મંજૂરી મળ્યા બાદ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી વેક્સીનનો સપ્લાય શરૂ થવાની આશા છે. જો તેને મંજૂરી મળે છે તો ણુઈજ્ઞદ-ઉ ભારતમાં કોરોના વાયરસની સામે પાંચમી રસી હશે. હાલ કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક વીને રસીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. સાથે જ સિપ્લાની મોડર્નાની કોવિડ વિરોધી વેક્સીનને મજૂરી મળી ગઇ છે પરંતુ તે હજુ દેશમાં ઉપલબ્ધ નથી.
તાજેતરમાં જ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે ઝાઇડસની વેક્સીનને લગતા એક સવાલ પર કહ્યું હતું કે, કંપનીએ ત્રીજા ચરણના ટ્રાયલના પરિણામ ગત અઠવાડિેયે ઉઈૠઈંને સોંપ્યા છે અને વૈજ્ઞાનિક પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલે જણાવ્યું કે આ ટ્રાયલમાં બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા અને આશા છે કે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી આ તમામ આંકડાનું મૂલ્યાંકન થયા બાદ ભલામણોનું પાલન કરવામાં આવશે.