મીડિયા અને ટેકનોલોજી અંગેના સેમિનારમાં નિષ્ણાંત ભદ્રાયુભાઈ વચ્છરાજાનીનું પ્રેરક સંબોધન
રાજકોટમાં કોઠારી લેબોરેટરી ખાતે મીડીયા અને ટેકનોલોજી વિશે લોકોને અવેરનેસ આવે તે માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ પ્રોફેશનલ ડેવલોપમેન્ટ, સ્કીલ ડેવલોપમેન્ટ કરવાનો હતો. જેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટસ, ડોકટર્સ, ડિઝાઈનર, એન્જીનીયર્સ જેવા પ્રોફેશનલ વ્યકિતઓનું ગ્રુપ છે તેણે સાથે મળીને આયોજન કર્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભદ્રાયુભાઈ વચ્છરાજાની સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેમને ફુલ વડે સન્માનિત કર્યા હતા. જેમાં ટેકનોલોજીની ઉપયોગીતા વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ એક નવી ટેકનોલોજીની વાત કરી હતી અને આપણા ડેટા લીક થયા હતા તેના વિશે સરકારે જાગૃત થઈ સેફટી વિશે વિચારવું જોઈએ. ભદ્રાયુભાઈ સૌરાષ્ટ્ર યુનિ.નાં પરીક્ષાનાં નિયામક છે અને તેમને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણનો અનુભવ સાથે પ્રોફેસર પણ છે અને તેઓ રાજકોટમાં રહીને દર રવિવારે ઓસ્ટ્રેલિયાના રેડિયો પર ગુજરાતી મન દર્પણ કરીને તેમનો પ્રોગ્રામ આવે છે અને તેમની લીંક પણ છે અને તેઓ અહીંયા કરતા ઓસ્ટ્રેલિયામાં વધારે જાણીતા થઈ ગયા છે.
ભદ્રાયુભાઈ વચ્છરાજાનીએે કહ્યું હતું કે, ટેકનોલોજીની વાતની શઆત કરીએ તો ટેકનોલોજીએ તેનો પરચો દેખાડયો છે. મને એવું લાગે છે કે દ્રોપદીના વસ્ત્રાહરણ પછી હવે ટેકનોલોજી જાહેરમાં તમારા વસ્ત્રાહરણ કરી શકે છે ત્યારે જેટલી લાચાર દ્રૌપદી હતી એટલા જ આપણે લાચાર હોઈએ છીએ. મને ખ્યાલ છે કે જીએસટીના રિટન્સ ભરાતા નથી એવું છાપામાં આવ્યું ત્યારે પણ એના ઓફિસર પાસે જઈને એના ક્ધસલ્ટન્ટે કીધું કે તમે કહો છો કે ૧૦ મિનિટમાં રિટર્ન ભરાય તો ભરી દો અને દિવસમાં માત્ર બે કે ત્રણ ડેટા અપલોડ કરી શકયા હતા. તેનો અર્થ એવો છે કે તમારો હોદો કે પ્રતિષ્ઠા ગમે તે હોય, તમારે ગમે ત્યારે જે કરવું હોય તે ટેકનોલોજી કરી શકે છે. હું તો એવું માનું છું કે મીડિયા અને ટેકનોલોજી આજના જમાનામાં ધાર્મિક બાબતોમાંથી બહાર નિકળી જાય અને એક વચ્યુલ ભગવાન સ્વીકારતા હોય. મને કોઈ પુછે કે તમારા ભગવાન કોણ, તો હું મારો ટેકનોલોજી ફોન કહું. કદાચ કોઈને છુટ મળે તો હું એને ફ્રેમમાં મઢી અને તેની પુજા કરું. કારણકે, તેને બનાવનાર વિશે તમે વિચારશો તો તેનું નામ કોઈને ખબર નથી પરંતુ એન્ડરોઈડ વાપરનારને ભવિષ્યમાં કેવી જરિયાતો રહેશે તે વિશે ખુબ આગળ વિચાયુર્ં અને બધી જ જોગવાઈઓ જે આપણે તો હજી કરવાની નથી. ઉદાહરણ તરીકે રજીસ્ટર્ડ એડીથી તમે કોઈ ટપાલ મોકલો તો તે પહોંચી છે કે નહીં ઈ તો ખબર ન પડે પણ તેની સ્લીપ તો પાછી ન જ મળે. આ માટે જ તેને જોગવાઈ કરી તેથી વોટસએપમાં મેસેજ જાય તો એકવાર ટીકમાર્ક થાય, પછી પહોંચે એટલે બીજીવાર થાય અને પછી તમે બચી ન શકો કે મેં મેસેજ જોયો નથી એટલે બ્લુ ટીકમાર્ક થાય. હું એવું માનું છું કે જયાં મળવાની જર નથી ત્યાં મેસેજ માં જ વાત કરી શકાય અને જે લોકો કહે છે કે ટેકનોલોજી વિનાશકારી છે તેની સાથે લેસ માત્ર સંબંધ નથી અને સવારે ઉઠો ત્યારથી રાત્રે સુવો ત્યાં સુધીમાં એક પણ ક્ષણ એવી નથી કે તમે ટેકનોલોજીના આધાર વગર જીવી શકો. રાજકોટ ૪૫ ડિગ્રીને ટચ કરે ત્યારે આપણને આ વાત વધુ સમજાય. કારણકે અનેક ટેકનોલોજી ઉપલબ્ધ છે.
જો ટેકનોલોજી વિશે આટલું વિચારીએ તો ટેકનોલોજી આપણાથી વિરોધી નથી, આપણી સહાયક છે. ભારતમાં સૌથી મોટી તકલીફ એ થઈ કે આપણી માનસિક પુખ્તતા વધે તે પહેલા આપણા હાથમાં જુદા જુદા ટેકનોલોજીના સાધનો મુકી દેવામાં આવ્યા. ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે ઈન્દિરાજીએ ટીવી મોટાભાગના ઘરમાં પહોંચે તેવું આયોજન કર્યું હતું અને આપણે ઘરે બેસીને પહેલા તેમની સ્મશાનયાત્રા જ ટીવીમાં જોઈ હતી. ત્યારપછી ટીવીનો ઉપયોગ કરતા આવડયો નથી. અત્યારે નાનકડું છોકરું પાંચ વર્ષનું થયું હોય ત્યારે તે પિઝા માંગે અને માતા-પિતા ખવડાવતા હોય એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ બરાબર પરિપકવ ન થઈ હોય તે પહેલા આપણે તેના મોઢામાં ડાયજેસ્ટ ન થાય તેવું ફુડ આપવા ટેવાયેલા છીએ. એવું જ ટેકનોલોજીના કિસ્સામાં બન્યું છે. આપણે માનસિક રીતે ડાયજેસ્ટિવ બની તે પહેલા આપણા હાથમાં રમકડા પકડાવી દેવામાં આવે છે. આપણી માનસિકતા એવી છે કે બહારથી બધુ અહીં આવે છે, પરંતુ આપણા જુના સાંસ્કૃતિક લોકો કહે છે કે અહીંથી જ બધુ બહાર ગયું છે અને અહીંથી બધુ બહાર જાય અને ત્યાંનું લેબલ લાગીને અહીં આવે એટલે આપણે તેનો સ્વીકાર કરીએ છીએ અને આ હકીકત છે.
અત્યારે એક એડવાન્સ ટેકનોલોજીનો ક્રેઈઝ ચાલે છે આપણે ખુબ જ નિમ્ન ટેકનોલોજી વાપરીએ છીએ. વોટસએપ વાપરવું એ ખાલી ભારત પુરતુ જ સીમીત છે. બાકી બીજા દેશો જેમ કે ઓસ્ટ્રેલિયામાં વોટસએપ પરના મેસેજ કોઈ વાંચે જ નહીં. આપણે વોટસએપ સિવાય બીજુ કંઈ જોતા જ નથી. એડવાન્સ ટેકનોલોજી એટલી સારી છે કે કોઈ સર્જરી લેવી હોય તો તે ટેકનોલોજી આપણને મદદપ થાય. આપણે ત્યાં એડવાન્સ ટેકનોલોજી નથી આવી એવું ન કહી શકાય અને તે દરેક ક્ષેત્રમાં આવી, જેથી આપણી સુવિધાઓ વધી. અત્યારે દરેક ઈન્ડસ્ટ્રીઝ એટલી ડેવલોપ થઈ ગઈ છે કે ત્યાં ટેકનોલોજી ન હોય. તેવું બને જ નહીં. હવે ટેકનોલોજીની પોઝીટીવ ઈફેકટ શું છે તે જોઈએ તો મોબાઈલ ટેકનોલોજીની વાત કરીએ તો ઈન્ટરનેટ, વેરીએશન ટેકનોલોજી, સોશ્યલ નેટવર્કિંગ, પ્રોગ્રેસિવ ટેકનોલોજી, એગ્રીકલ્ચર ફી વગેરે અને આપણે એગ્રીકલ્ચરમાં એટલા આગળ વધ્યા છીએ કે એક સમયે ઘઉં બહારથી આવતા અને આજે આપણે ઘઉં સાચવી શકતા નથી. આ એક પ્રોગ્રેસીવ ગેપ હતો. નાના-નાના ખેડુતે ઘણી સુંદર શોધ પણ કરી છે. અત્યારે કોઈ યંગસ્ટર મોબાઈલમાં જ પડયો હોય તો ગુસ્સો ન કરવો, કદાચ તેણે બુક ડાઉનલોડ કરી અને વાંચન પણ કરતો હોય. મોબાઈલમાં જર હોય ત્યાં જ માણસ સાથે વાત કરવી જોઈએ. આપણને ખબર જ નથી કે ખરેખર ફોન શેના માટે છે. હવે તો દરેક લોકો પાસે મોબાઈલ છે. આપણે બહારથી ટેકનોલોજી લાવ્યા પણ તેની એકસપર્ટાઈઝ ન લાવ્યા તે હકિકત છે. હવે દરેક સિકકાની બે બાજુ હોય તેમ ટેકનોલોજીને લઈને પણ ઘણા પ્રશ્ર્નો હોય છે. તેથી ટેકનોલોજીનો ખરેખર ઉપયોગ શું છે તે જાણવું જોઈએ. અત્યારે દરેક ઉંમરના લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે. અત્યારે જન્મેલા બાળકનો ફોટો તરત ફેસબુક પર અપલોડ કરે છે.
હવે એવી ટેકનોલોજી આવી ગઈ છે કે બે-ત્રણ મહિના પછી લોકો પ્લેનમાં બેસીને પણ ફોનમાં વાત કરી શકશે પરંતુ તેનો ઉપયોગ ફરજીયાત નથી. ટેકનોલોજીને કારણે આપણા ઘરમાંથી ઘડિયાલ, કેલેન્ડર, કેમેરા જેવી વસ્તુઓ જતી રહી અને પહેલા ૩૬ નં.નો રોલ લઈને ફોટા પાડતા અને કલર લેબમાં જતા અને ૩ દિવસ પછી આપણે ફોટા લેવા જઈએ. પરંતુ મોબાઈલ આવ્યા બાદ તરત જ ફોટો પાડીને અપલોડ કરી શકીએ. ત્યારબાદ ચીનની વિડીયો સર્વેલન્સ વિશે પણ માહિતી મેળવી અને ચીનમાં દરેક જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા. આપણા પ્રધાનમંત્રી ચીન સાથે દોસ્તી કરી રહ્યા છે તેનું એક કારણ એ પણ છે કે ચીનની જે ટેકનોલોજી છે તે ભવિષ્યમાં ભારતમાં પણ લાવી શકાય. ટેકનોલોજીનો વિરોધ કરવાને બદલે કયાં, કયારે, કેટલો ઉપયોગ કરવો તેની જો સમજણ કેળવીએ તો મુશ્કેલી ઓછી થાય. હવે મીડિયાની વાત કરીએ તો મને એવું લાગે છે કે મીડિયાને ટેકનોલોજી સાથે ખુબ ઓછો સંબંધ છે. જે બીજા ક્ધટ્રીમાં જોવા મળે છે તેવું અપડેશન અહીં જોવા મળતું નથી. એક ફોટો પાડી અને સીધું પ્રેસમાં આવે તેવી જોગવાઈઓ પણ છે જેવું અત્યારે આપણે ત્યાં જોવા મળતું નથી. મીડીયાનું એક વિચિત્ર પ્રકારનું લુક એ છે કે છેલ્લા પાંચ-સાત વર્ષથી ભારતમાં મિડિયાનો રોલ મજા કરાવવાનો છે. તમે કયારેય કોઈ એક વસ્તુ વાંચો છો ત્યારે તમને ખબર હોય છે કે બીજા છાપાએ તે વસ્તુની ખોટી કહી છે. આપણે એમ કહી કે સાંધ્ય અખબારોમાં જે ન્યુઝ હોય તે બીજે દિવસે સવારે કોઈ છાપામાં ન હોય. એનો મતલબ એ છે કે ન્યુઝ વેલ્યુ એક રાતમાં ખતમ થઈ ગઈ. કોઈ ચેનલ પાસે કોઈ ન્યુઝ જ નથી, કેમ કે ઘટના બને તેવો આ દેશ જ નથી હકિકતમાં દિલ્હીમાં જોવો તો તેમને ખ્યાલ આવે કે ગટરમાં બાળક પડી ગયું હોય તે ન્યુઝ ગણાય પરંતુ કુતરુ ગટરમાં પડે તેની ઉપર કેમેરા ગોઠવીને ટીવીના માણસો ઉભા હોય ત્યારે આપણને એમ લાગે કે કાં તો સમાચારોનો દુકાળ છે અને કાં તો કેમેરો કયાં મંડાય તેની સમજ નથી. મહત્વની વાત એ છે કે સાચી વાત મીડીયા સુધી પહોંચતી નથી અને હમણા બનેલી ઘટના પરથી રજુ કરુ છું કે દિલ્લીની એક ઘટના બની હતી તે એક અઠવાડિયા સુધી બહાર આવતી નથી. આપણે જાણવું જોઈએ કે મીડિયા શું છે ? અને ટેકનોલોજી એક જરીયાતની વસ્તુ છે. તેમજ ભદ્રાયુભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતમાં ટેકનોલોજી બહારથી આવી રહી છે આપણે ત્યાં પણ ધીરે-ધીરે ટેકનોલોજીનું ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે પણ એવું બન્યું છે કે ટેકનોલોજીની એકસપર્ટાઈસ આપણી પાસે નથી અને જે ગેઝેટ આપણે લઈએ તેની સાથેનું મેન્યુઅલ પણ વાંચવા આપણે તૈયાર નથી. આ વસ્તુ તો જ શકય બને જો તેના માટેના અવેરનેસ પ્રોગ્રામ થાય અને ટેકનોલોજીનો ઉપયોગ શું છે તે તમે જાણો તો જે-તે મદદપ બને. મીડિયામાં પણ એવું છે કે આપણે લોકો મીડિયા પર આધાર રાખીને જીવવા લાગ્યા છીએ. એક નાનકડા સમાચાર આવે તો આપણે તેને દસ મિનિટમાં શેર કરી દઈએ છીએ અને પછી આપણને ખબર પડે કે આ સમાચાર ખોટા હતા. મીડિયાનો સ્વીકાર આપણે કર્યો નથી અને તેથી જ આ કાર્યક્રમ અગત્યનો છે. આ પ્રકારના વધુને વધુ કાર્યક્રમ થાય તો લોકોમાં અવેરનેસ આવે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com