કેફી દ્રવ્યો અને ગુના પકડવામાં સ્નીફર ડોગની અહમ ભૂમિકા
ડિટેક્શન ડોગને ઘણી બધી વસ્તુઓ શોધવા માટે તાલિમબધ્ધ કરાય છે: જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રીટ્રીવર, ડોબરમેન અને બેલ્જિયમ શેફર્ડનો સ્નીફર તરીકે વધુ ઉપયોગ
દુનિયામાં શ્વાનની સુંઘવાની શક્તિ પાવરફૂલ હોવાથી તેનો ઉપયોગ ડોગ સ્કોડમાં વધુ થાય છે. લશ્કર, ગુન્હા પકડવા કે નશીલા દ્રવ્યોની હેરફેર માટે એરપોર્ટ કે રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેન્ડ આવા શ્ર્વાનો ડિટેક્શનના કાર્યો માટે રખાય છે. આજકાલ કેફી દ્રવ્યોની હેરફેર કરતા ગુન્હેગારોને શોધવા તથા તેના શંકાસ્પદ એરિયામાં સર્ચ ઓપરેશન માટે ગુન્હાશોધક વિભાગ સ્નીફર ડોગને ઉપયોગ વધુ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ વિભાગને આવા શ્ર્વાનો થકી મોટી સફળતા મળી છે.
પોલીસ વિભાગમાં શ્વાનની બ્રીડ કે જે તેની સુંઘવાની શક્તિને કારણે જાણીતા છે. તેમાં લેબ્રાડોર, ગોલ્ડનનો વધુ ઉપયોગ થાય છે. તાલિમબધ્ધ કરેલા આ શ્ર્વાનો વિવિધ સુગંધ કે ગંધને ઝડપથી પારખીને તેના હેન્ડલરને ઇશારો કરી દેતા હોય છે.
ગમે ત્યાં સંઘરેલી વસ્તુ કે દાટી કે ઢાંકેલ વસ્તુઓને આવા સ્નીફર ડોગ ઝડપથી પકડી પાડે છે. પોલીસ વિભાગમાં ગુન્હા ઉકેલવામાં ડોગ સ્કોડ કાર્યરત હોય છે. જે કેફી દ્રવ્યો, બોમ્બ કે અન્ય ગુન્હા ઉકેલવામાં મદદરૂપ થતાં હોય છે. સ્નીફર ડોગની અહંમ ભૂમિકા ધરતીકંપ વખતે કાટમાળમાં દટાયેલા લોકોને શોધવામાં મદદરૂપ થાય છે.
ડ્રગ્સ અને વિસ્ફોટકની શોધ કરવા તથા ગુમ થયેલા લોકોને શોધવા તથા તેના સ્થળના પૂરાવા શોધવા માટે તો ઘણીવાર લક્ષિત લોકો પર હુમલો કરવા પોલીસ ડોગ સ્કોડના હેન્ડલર શ્વાનને કેટલાક મૌખિક સંકેતો અને હાથના હાવભાવથી જ ઇશારો કરીને અણીના સમયે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મોટા ગુન્હાઓ ઝડપથી ઉકેલે છે. જર્મન શેફર્ડની સાથે બેલ્જિયમ મેલીનોસ, બ્લડ હાઉન્ડ, ડચ શેફર્ડ જેવા અતિ તિવ્ર પ્રજાતિનો પણ ઉપયોગ કેફી દ્રવ્યોની હેરફેર કરતા અને તેની દાણચોરી કરતા ગુન્હેગારોને પકડવામાં થાય છે. આ શ્વાનને વર્કિંગ લાઇન પણ કહેવાય છે. જેમાં જર્મન શેફર્ડ અને મેલીનોસ ખૂબ જ સફળ થયા છે.
બોર્ડર સિક્યોરીટી ફોર્સ પાસે પણ હાલ વિવિધ શ્ર્વાનો સ્નીફરનું કામ કરે છે. જેમાં સીમા પારથી થતી વિવિધ હલચલનું તેઓ ધ્યાન રાખે છે.