નવી મિસાઈલ સિસ્ટમ જમીન પરથી હવામાં મિસાઈલ તોડી પાડવા સક્ષમ બનશે
રાજધાની નવીદિલ્હીને મિસાઈલ હુમલાથી સુરક્ષીત રાખવા વધુ એક સરંજામની ખરીદી કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે. આગામી સમયમાં અમેરિકા પાસેથી સરકાર ઈન્ટરગ્રેટેડ એર ડિફેન્સ વેપન સીસ્ટમ ખરીદશે. આ સોદો ૧.૮૬ બીલીયન ડોલર એટલે કે અંદાજે રૂા.દોઢ લાખ કરોડમાં થશે. આ ડિફેશન્સ સીસ્ટમથી દિલ્હીને મિસાઈલ હુમલાથી રક્ષણ મળશે.
સુત્રો પાસેથી મળતી વિગત મુજબ નેશનલ એડવાન્સ સરફેશ-૨ એર મિસાઈલ સીસ્ટમ-૨ ખરીદવાની તૈયારીઓ ભારત સરકાર દ્વારા થઈ છે. અત્યાર સુધીમાં રાજધાની દિલ્હીને રશિયન અને ઈઝરાયલી સીસ્ટમનું કવચ મળતું હતું પરંતુ હવે દિલ્હીને અમેરિકાની ડિફેન્સ સીસ્ટમથી પણ રક્ષણ મળશે. આ મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ ડિપ્લોય કરવા માટે ભારત અને અમેરિકાના સત્તાધીશો વચ્ચે ચર્ચા થઈ ચૂકી છે. આ મામલે સરકારે કેટલીક દરખાસ્ત મુકી છે. જેને મંજૂરી મળતાની સાથે જ આ સોદો આગળ ધપાવવામાં આવશે.
મંજૂરી મળવાથી આગામી ત્રણ થી ચાર વર્ષમાં અમેરિકા દ્વારા મિસાઈલ સીલ્ડ ભારતને સોંપવામાં આવશે. આ સાથે જ અમેરિકા દ્વારા ભારત ઉપર ટર્મીનલ હાઈ એટીટયુટ એરિયા ડિફેન્સ સીસ્ટમ ખરીદવા માટે પણ દબાણ સર્જવામાં આવી રહ્યું છે. આ મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ પાછળ રૂા.૫.૪૩ બીલીયન રૂપિયાનો ખર્ચ થશે તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. દિલ્હીને હવાઈ હુમલાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. જેમાં હવે અમેરિકાની ડિફેન્સ સીસ્ટમ મુકવાથી વધુ સરળતા રહેશે. આ સીસ્ટમ જમીન પરથી હવામાં મિસાઈલને તોડી પાડવામાં મદદરૂપ થશે. ૯/૧૧ જેવા હુમલા સામે આ મિસાઈલનું રક્ષણ મળશે. ભારત પાસે આ પ્રકારની અન્ય મિસાઈલો પણ પરંતુ અમેરિકા પાસેથી ખરીદવામાં આવનાર મિસાઈલ વધુ અત્યાધુનિક હોવાનું જાણવા મળે છે.