પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ મોંઘવારીમાં વધારો થાઈ તેવી શક્યતા
શ્રીલંકા, પાકિસ્તાન જેવા દેશોની સાથે સાથે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં પણ આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે સ્થિતિ એવી છે કે અમેરિકા પણ નાદારીની અણી પર છે. ઘણી કંપનીઓએ તેમની છટણી વધુ તીવ્ર કરી છે. તમામ સ્તરે ખર્ચમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ અમેરિકાની આ હાલત કેવી થઈ? દુનિયાના આ સૌથી શક્તિશાળી દેશ પર દેવાનો બોજ કેટલો છે? બાઇડન સરકાર તેની સાથે કેવી રીતે વ્યવહાર કરવાનો પ્રયાસ કરી રહી છે? તરફ અન્ય દેશોની સરખામણીમાં અમેરિકા એ દરેક સ્તરે પોતાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરી લીધી છે ત્યારે 31 લાખ કરોડનું દેવું હોવા છતાં દેશની શક્તિશાળી અર્થ વ્યવસ્થા મંદીમાં ગરકાવ નહીં થાય.
હાલમાં અમેરિકા પર કુલ દેવું 31.46 ટ્રિલિયન ડોલર એટલે કે 2 હજાર 600 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ દેવું એકાએક નથી વધ્યું, બલ્કે વર્ષ-દર વર્ષે વધ્યું છે. 2001ના આંકડાઓ પર નજર કરીએ તો દેશ પર 479 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2008માં તે વધીને 826 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. 2017 સુધીમાં દેવામાં જબરદસ્ત વધારો થયો હતો. તેની રકમ વધીને 1670 લાખ કરોડ થઈ ગઈ. તે સમયે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. આ પછી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ શાસનમાં આવ્યા તો 2020માં આ દેવું વધીને 2224 લાખ કરોડ રૂપિયા થઈ ગયું. હવે તે 31.46 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે.જો તમે આંકડા પર નજર નાખો તો હવે અમેરિકાના દરેક નાગરિક પર લગભગ 94 હજાર ડોલરનું દેવું છે. આ લોનનું વ્યાજ ચૂકવવા માટે અમેરિકા દરરોજ 1.3 અબજ ડોલર ખર્ચે છે.
ગઈકાલ સુધી એવી અપેક્ષા હતી કે અમેરિકા 5 જૂન સુધીમાં નાદાર થઈ જશે. જોકે, આજની સ્થિતિ જુદી છે. હવે લોન લેવાની મર્યાદા એટલે કે દેવાની મર્યાદા બે વર્ષ માટે લંબાવવામાં આવી છે. આવી સ્થિતિમાં નાદાર થવાનો ખતરો હાલ પૂરતો ટળી ગયો છે. ખાસ કરીને આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી સુધી સ્થિતિ સામાન્ય રહી શકે છે.અમેરિકાએ હવે આ સમય મર્યાદામાં તેની આર્થિક સ્થિતિમાં સુધારો કરવો પડશે. સરકારી ખર્ચમાં કાપ મૂકવો પડશે. અમેરિકામાં હાલમાં દેવાની મર્યાદા ડોલર 31.4 ટ્રિલિયન છે. ડીલને ફાઇનલ કર્યા બાદ બુધવારે અમેરિકી સંસદમાં તેના પર વોટિંગ થશે.