કોમ્પ્યુટર લેબની પ્રવૃતિને બિરદાવી
તાજેતરમાં અમેરિકાના એક પ્રતિનિધિ મંડળે રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રામિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી શ્યામાપ્રસાદ મુખરજી પે સેન્ટર શાળા નં.-૬૯, અંબાજી કડવા પ્લોટ- રાજકોટ ખાતે નિઓ રાજકોટ ફાઉંડેશન દ્વારા સેન્ટર ફોર એકસેલેન્સ વર્ગની મુલાકાત લીધી હતી. આ શાળામાં ૩૦ લેપટોપ ધરાવતી અદ્યતન લેબ બનાવવામાં આવેલ છે. જેમાં ધો. ૧ થી ૮ ના તમામ બાળકોને અંગ્રેજી તા ગણિત વિષયના પાયાના કૌશલ્યોનું શિક્ષણ અદ્યતન ટેકનોલોજી મારફત આપવામાં આવે છે.શાળામાં ચાલતા આ પ્રોજેકટની મુલાકાતે અમેરિકન ડેલીગેશન પધારેલ જેમાં યુ.એસ.એ. નાં ભૂતપૂર્વ શિક્ષણ સચિવ એની હોલ્ટન, ગુપ્તા ફેમીલી ફાઉન્ડેશન યુ.એસ.એ.ના શ્રીમતિ માર્ગારેટ ગુપ્તા અને ડો. શશીકાંત ગુપ્તા, વુલ્ફ ટ્રેપ સંસ વર્જિનિયા યુ.એસ.એ.ના ઉપપ્રમુખ એક્યુઆ કોયેત, વોશિંગ્ટન ડી.સી.પબ્લીક સ્કૂલના શિક્ષક- કલ્પના શર્મા, વુલ્ફ ટ્રેપ સંસ- વર્જિનિયા, યુ.એસ.એ.ના કલા શિક્ષણ વિદ- પેજ હેરનાન્ડઝ, યુ.એસ.એ.ના દાતા વેની માર્કિઝ તા ડેરો માર્કિઝ, વોશિંગ્ટન ડી.સી. યુ.એસ.એ.ના શ્રી ડવેઈટ, યુ.એસ.એના દાતાશ્રી ગેઈડો હર્સ્ટ ર્મીા મેગલી તા હર્સ્ટ ોમસન મેસોન, મંજુલ રાજકોટ સંસના અધ્યક્ષ વિક્રમભાઈ સંધાણી, રાજકોટ રોટરી મીડ ટાઉનના પ્રમુખ શૈલેષભાઈ દેસાઈ, મંજુલ સ્કૂલ રાજકોટના આચાર્ય માલીનીબેન શાહ, વર્ધમાન સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી તરુણભાઈ પુંજાણી, ટી.બી. મહેતા ટ્રસ્ટના ટ્રસ્ટી નિરંજનભાઈ પરીખ તા જતીનભાઈ મોદી હાજર રહેલ.અમેરિકી પ્રતિનિધિ મંડળ અને અન્ય અતિથી મહાનુભાવો નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા આ પ્રોજેકટી તેઓ ખુબ પ્રભાવિત યેલ. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીએ આ પ્રતિનિધિ મંડળને આવકારી નગર પ્રામિક શિક્ષણ સમિતિ દ્વારા ચાલતી શાળાઓ અને તેમાં અભ્યાસ કરતાં બાળકો વિશે માહિતી આપેલ. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમાજના છેવાડાના બાળકોના શિક્ષણ માટે કરવામાં આવતા પ્રયત્નોની જાણકારી આપેલ અને ન.પા.શિ.સમિતિની અન્ય પ્રામિક શાળાઓમાં પણ આ પકારના પ્રોજેકટ હા ધરવામાં આવે અને ટેકનોલોજીની મદદી શિક્ષણને માત્ર માહિતી આધારિત નહી પણ વ્યવહારમાં ઉપયોજન કરી શકે તેવું સમજ આધારિત બનાવવા ઈચ્છા વ્યકત કરેલ હતી. અમેરિકન ડેલિગેશનના પ્રતિનિધિઓએ શિક્ષણ સુધારણા માટે હા ધરવામાં આવેલ સુંદર અને અસરકારક પ્રયત્નો બદલ કમિશ્નર બંછાનિધી પાની, મંજુલ રાજકોટ સંસના અધ્યક્ષ વિક્રમભાઈ સંધાણી , શાસનાધિકારી દેવદતભાઈ પંડયાની ખુબ પ્રસંશા કરેલ હતી.