લંડનમાં પકડાયેલા દાઉદનો સાગરીત જાબીર મોતીવાલાના કેસમાં અમેરિકા સરકાર વતી એફબીઆઈએ દાઉદ કરાંચીમાં રહી આતંકી અને ગુન્હાહિત પ્રવૃત્તિ કરતો હોવાનું જણાવ્યું
ભારતનો મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાંચીમાં રહીને આતંકવાદી અને ગુન્હાખોરી પ્રવૃત્તિઓ કરતો હોવાનું જગજાહેર ઈ ચુકયું છે. ભારત સરકારે પાકિસ્તાનને દાઉદને સોંપવા અનેક વખત રજૂઆત કરીને તે કરાંચીમાં હોવાના પુરાવાઓ પણ આપ્યા છે. પરંતુ પાકિસ્તાનની નાપાક સરકાર દાઉદ તેના દેશમાં હોવાનો ઈન્કાર કરીને જુઠાણાઓ ચલાવી રહ્યું છે. પરંતુ હવે જગત જમાદાર અમેરિકાની સરકારે પણ કબુલ્યું છે કે, દાઉદ પાકિસ્તાનમાં છે. ભારતના દાઉદને પાકિસ્તાન આસરો આપતો હોવાના દાવાને અમેરિકાનું સર્મન મળતા આગામી દિવસોમાં તેના પ્રર્ત્યાપણ માટે પાકિસ્તાન સરકાર દબાણ વધારશે.
પાકિસ્તાનના દાઉદ મુદ્દે સતત ચલાવાતા જુઠાણા વચ્ચે અમેરિકાએ લંડન કોર્ટમાં પાકિસ્તાનમાં જ દાઉદ હોવાનો દાવો કર્યો છે. દાઉદ પાકિસ્તાનમાં જ રહીને આંતરરાષ્ટ્રીય ગુનાખોરી અને આતંકી પ્રવૃતિઓ કરતો હોયનું જણાવ્યું હતું. લંડન કોર્ટમાં ડી-ગેંગ સામે ચાલતા કેસમાં અમેરિકાએ પોતાના કાનૂની પ્રતિનિધિ મારફત કોર્ટને જણાવ્યું હતું કે, ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમ અને ડી કંપનીની આંતરરાષ્ટ્રીય સીન્ડીકેટ પાકિસ્તાનના કરાંચીમાં જ રહીને તેની ગેરકાનૂની પ્રવૃતિઓનું સંચાલન કરે છે.
લંડન કોર્ટમાં દાઉદના જમણા હા જાબીર મોતીવાલા સામે સુનાવણી ચાલી રહી છે. તેમાં એફબીઆઈએ દાઉદ કરાંચીમાં જ હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. એફબીઆઈએ દાઉદના સાગરીત મોતીવાલા સામે દાઉદના નામે ખંડણી, ધાકધમકી,કેફી દ્રવ્યની હેરાફેરીનો કારોબાર સંભાળતો હોવાના પુરાવા આપ્યા હતા. પાકિસ્તાની નાગરિક મોતીવાલા અમેરિકામાં દસ વર્ષના વિઝા પર રહે છે અને ગયા અઠવાડિયે લંડનની હોટલમાંથી કેફી દ્રવ્યની હેરાફેરીમાં પકડાયો હતો. ૫૧ વર્ષનો મોતીવાલા વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં બ્લુ ટીશર્ટ, ટાઉઝર સો હાજર કરાયો હતો. જાબીર મોતીવાલાને લંડન કોર્ટમાંથી ઓછામાં ઓછી ૨૫ વર્ષની સજા મળે તે નિશ્ર્ચિત છે. કોર્ટના અમેરિકાના પ્રવકતાએ દાઉદ પાકિસ્તાનના કરાંચીમાં જ હોવાનું નક્કર પુરાવો રજૂ કર્યા છે.