આનંદ પાઈની પોરાણીક કથાઓથી પ્રેરાયા ફિલ્મ પ્રોડયુસરો
ભારતનાં મહાન ગ્રંથોમાના એક ‘રામાયણ’ પર યુપી સરકાર રૂ.૫૦૦ કરોડના ખર્ચે ફિલ્મ બનાવશે એક પ્રોડયુસરે સરકારનાં સિનેમા ફર્મ બંધુ સાથે મળીને કરારો કયા છે. ઉતરપ્રદેશનાં રોકાણકારોની સમીટમાં ગઈકાલે પ્રોડયુસર મધુ માનેતા સાથે ડિલ કરવામાં આવી હતી જે ભારતનાં ઈતિહાસમાં સૌથી મોંઘી ફિલ્મ બનશે. આ પ્રોજેકટમાં માનેતા ઉપરાંત અલુ અરવિંદ અને નમીત મલ્હોત્રા પણ સામેલ છે. માહિતી ખાતાનાં સેક્રેટરી ફિલ્મ બંધુના ચેરમેન અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતુ કે યુપી માટે આ એક મોટી વાત છે.
અને તે ફિલ્મને પૂરેપૂરો સાથ સહકાર આપશે ઉતર પ્રદેશમાં ‘રામાયણ’ જેવી ફિલ્મ બને તે ગૌરવની વાત છે, જોકે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મના પ્રોડયુસર માનેતા જણાવે છે કે ફિલ્મ બનાવવાની પ્રેરણા તેમને ‘અમર ચિત્ર કથા સ્ટોરીઝ’ના લેખક આનંદ પાઈના જીવનમાંથી મેળવી હતી આનંદ પાઈ એક પ્રખ્યાત પૌરાણીક કથા અને વાર્તાકાર છે. માટે અમે ભારતની સૌથી મોંઘી ફિલ્મ ‘રામાયણ’ પર બનાવવા માંગીએ છીએ.