ત્રીસ વર્ષ જૂના પારંપરીક રૂટથી માનસરોવર યાત્રાળુઓની એક ટુકડીની યાત્રા પૂર્ણ
સીકકીમ સીમા વિવાદ મુદે ચીને કૈલાશ માનસરોવરના શ્રધ્ધાળુઓને નાથુલા પાસથી અટકાવી દાદાગીરી કરી છે. અલબત યાત્રાળુ માટે વાયા ઉતરાખંડ માર્ગ તૈયાર કરી માનસરોવર યાત્રા અવિરત રાખવામાં આવી છે.
ઉતરાખંડના પીથોરગઢ નજીકના ધારચુલાના લીપુલેશ પાસના માધ્યમથી ૫૬ શ્રધ્ધાળુઓની પ્રથમ ટુકડી માન સરોવરની યાત્રા પૂર્ણ કરી ભારતમાં પરત ફરી ચૂકી છે. ત્રીજી ટુકડી આ ‚ટથી ચીનમાં પ્રવેશવાની તૈયારીમાં છે. જયારે દ્વિતીય ટુકડી ચીનથી ભારત આવવાની તૈયારીમાં છે.
ઉતરાખંડના ‚ટથી માનસરોવર યાત્રા સરળતાથી થઈ રહી હોવાનું યાત્રાની કામગીરી સંભાળતા કુમોઉન મંડળ વિકાસ નિગમનું કહેવું છે. આ ‚ટ ખૂબજ જૂનો છે. જયાં બે ટ્રેકીંગ સ્થળો છે. જેથી આ ‚ટને ખૂબજ મુશ્કેલ માનવામાં આવે છે.
નાથુલા ‚ટ તો હજુ થોડા વર્ષો પહેલા જ શ‚ થયો હતો. જયારે ઉતરાખંડનો લીપુલેખ ‚ટ આ યાત્રા માટે પારંપારીક માનવામાં આવે છે. આ ‚ટના માધ્યમથી છેલ્લા ત્રણ દાયકાથી યાત્રાળુઓ માનસરોવર યાત્રા કરી રહ્યા છે