કાલે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે નગરચર્યા
અષાઢી બીજનું મહત્વ રથયાત્રાનો શુભ દિવસ અષાઢ સુદ બીજને શુક્રવાર તા.1.7.22ના દિવસે અષાઢીબીજ છે. અષાઢીબીજના દિવસે શુભ પુણ્યનક્ષત્ર રાત્રીના 3.56 સુધી છે. આથી અષાઢી બીજનોદિવસ અને રાત્રી ઉતમ અને શુભ છે. વર્ષના શુભ અને ઉતમ દિવસવોમા અષાઢી બીજ એ ઉતમ દિવસ ગણવામા આવે છે. આખો દિવસ બધાજ શુભ કાર્યો માટે શુભ છે. આ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી.
અષાઢીબીજના દિવસે નવીદુકાનનું ઉદઘાટન, ખાતમૂહૂર્ત, વાસ્તુપુજન ચંડીપાઠ ગ્રહશાંતીહવન શ્રીયંગપુજા સ્થાપના સોનાચાંદીની ખરીદી કરતી નવા વસ્ત્રોની ખરીદી કરવી. ઘરસામગ્રીની ખરીદી કરવી ઘર સામગ્રનિ ખરીદી કરવી જમીન મકાનનો સોદો કરવો સત્યનારાયણ ભગવાનની પુજા કરવી કથાકરાવી ઉતમ ફળ દાયક છે.
અષાઢીબીજના દિવસે સવારે વહેલા ઉઠી નીત્યકર્મ કરી અને ત્યારબાદ એક બાજોઠ ઉપર શ્રી કૃષ્ણ ભગવાનની છબીરાખી વિધિવીધાન અબીલ ગુલાલ, કંકુ ચંદન ચોખા ફુલ ચડાવી નૈવૈધમાં મીઠાઈ ધરાવી આરતી કરી અને પુજન કરવું ભગવાન પાસે પ્રાર્થના કરવી જીવનમાં શાંતીની પ્રાપ્તી થાય. આખા વર્ષમાં અષાઢીબીજ જ એકે એવો દિવસ છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રજાજનોને દર્શન આપવા નગરયાત્રા કરવા નીકળે છે.
કહેવાય છે કે અષાઢીબીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૃથ્વી ઉપર દર્શન આપવા માટે આવે છે. આથી જ આ દિવસને ઉતમ ગણવામાં આવેલ છે. અષાઢીબીજના દિવસે કચ્છી લોકોના નવા વર્ષનો પ્રારંભ થશે. આ દિવસે કચ્છી લોકો એક બીજાના ઘરે ઈ અને નૂતન વર્ષાભી નંદન કહે છે. આ દિવસે અમદાવાદ રાજકોટ જેવા બધાજ નાના મોટા શહેરોમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલદેવ સાથે રથયાત્રામાં સાથષ નીકળશે.