ચૂંટણી પંચ સહિતની સંસ્થાઓની જવાબદારી ફીકસ કરવાની જરૂર હોવાનો ગોવાના મુખ્યમંત્રીનો મત
સત્તા સાથે જવાબદારી આવે છે. અને અમર્યાદિત સત્તા સાથે ભ્રષ્ટાચાર ! ભારતીય ભ્રષ્ટાચારમા ખદબદતા અનેક નેતાઓ છે. પરંતુ તંત્રને અમર્યાદિત સત્તા રાજકારણીઓ કરતા વધુ ભ્રષ્ટ બનાવતી હોવાનો મત ગોવાના મુખ્યમંત્રી પરિકરનો છે.
નેતાઓ કરતા વધુ ભ્રષ્ટ ચૂંટણી પંચ જેવી અમર્યાદિત સત્તા ધરાવતી સંસ્થાઓ હોવાનો દાવો તેમનો છે. તેમણે કહ્યું હતુ કે, હું સામાન્ય રીતે બંધારણીય સમિતિઓની નિંદા કરતો નથી પરંતુ જયારે બંધારણીય સંસ્થાઓ પાસે અમર્યાદીત સત્તા આપે છે ત્યારે આવી સંસ્થાઓ રાજકારણીઓ કરતા વધુ ભ્રષ્ટ બને છે.
તેમણે ચૂંટણી પંચની જવાબદારી નકકી કરવાની વાત પણ કરી હતી તેમણે ઉમેર્યું હતુ કે ચૂંટણી પંચની જવાબદારી ફીકસ નથી. જો રાજનેતા કોઈ ચૂંટણી મોડી કે વહેલી કરવા માટે ગતિવિધી કરે તો છાપે ચડી જાય છે. પરિકરનો ટાર્ગેટ ગોવામાં પંચાયતોની મોડી ચૂંટણીઓ ઉપર હતો રાજકારણીઓ પર આક્ષેપ કરવો સહેલો હોવાનું તેમનું કહેવું છે. ચૂંટણી પંચ, ઈડી, સીબીઆઈ સહિતની સંસ્થાઓ દેશમાં અમર્યાદિત સત્ત ધરાવે છે. આવી સંસ્થાઓના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં સીધા કે આડકતરા સંડોવાયેલા હોય છે.