કેરળમાં ભારે વરસાદ અને પુરથી જાનમાલની ભારે નુકશાન પહોંચ્યું છે. બે લાખી વધુ લોકો બેઘર બની ગયા છે ત્યારે કેરળમાં ભારે વિકટ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યાં છે. જેને લઈ દેશભરની અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા કેરળમાં પીડીતોની મદદ પહોંચ્યા છેત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કેરળના પુરગ્રસ્તો લોકોની વ્હારે છે. આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેરળના પુરગ્રસ્તો માટે ફંડ એકત્રીત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યકારી કુલપતિ નિલાંમ્બરીબેન દવે, રજીસ્ટ્રાર ધીરેન પંડયા અને યુનિવર્સિટીના નીતુબેન કનારા દ્વારા આ મુહીમ હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ તેમજ દરેક ભવનના વિર્દ્યાથીઓ દ્વારા ફંડ એકત્રીત કરવામાં આવ્યું હતું અને આ બધુ જ ફંડ કેરળના પુરગ્રસ્તોને અર્પણ કરવામાં આવ્યું હતું.
Trending
- બોલેરો પીકઅપ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં ચાર દેરાણી-જેઠાણીના કરૂણ મોત : 18 ઈજાગ્રસ્ત
- કોંગ્રેસ દ્વારા આઠ મહાપાલિકા અને 33 જિલ્લામાં બંધારણ આમુખનું વાંચન
- અમરેલી પાલિકાના પ્રમુખ સામે ભાજપના સભ્યોએ મૂકી અવિશ્ર્વાસની દરખાસ્ત
- રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
- દૂધ ઉત્પાદનમાં ગુજરાત દેશમાં ચોથા નંબરે
- પાન કાર્ડમાં કયુઆર કોડ પણ હશે: પાન-02 પ્રોજેકટને બહાલી
- ભાવનગરના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી ત્રણ સિંહોને ટ્રેનની અડફેટે લેતા બચાવ્યા
- જયંતિ સરધારા પર હુમલો પાટીદાર સમાજમાં ‘ઉભા ફાડિયા’ સમાન?