વિદ્યાને કોઈ સીમાડો નથી !!!
સાબરમતી જેલમાં સજા ભોગવતા 11 કેદીઓને પણ ડિગ્રી એનાયત કરાય
ભાર વગરના ભણતરની સાથો સાથ એ વાત પણ સાચી છે કે વિદ્યાને કોઈ સીમાડો નથી. નાના થી લઈ વયોવૃદ્ધ લોકો પણ ગમે તે સમયે વિદ્યા મેળવી શકે છે ત્યારે એવી જ એક ઘટના સામે આવી જે દરમિયાન ઇગનું યુનિવર્સિટી દ્વારા જે પદ વિધાન સમારોહ યોજવામાં આવ્યો તેમાં અમદાવાદ જેલમાં સજા ભોગવતા 11 કેદીઓને ઇગનું યુનિવર્સિટી દ્વારા ડિગ્રી આપવામાં આવી છે.
કુલ 1873 વિદ્યાર્થીઓને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા ડીગ્રી એનાયત કરવામાં આવી હતી ગુજરાતના મૃગા ત્રિવેદીને બીએમાં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો કે જેને ભારતમાં સર્વાધિક બીએ કોર્સમાં સૌથી વધુ અંક હાંસલ કર્યા હતા. બીજી સૌથી મોટી વાત એ છે કે આ પદ વિધાન સમારોહમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જે એમ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સમાજમાં ગુરુ અંગેની મહત્વતા પણ સમજાવી હતી.
અત્યારે કોઈપણ આરોપી સજા ભોગવી રહ્યો હોય તેને સમાજ અલગ દ્રષ્ટિએ જ જોતું હોય છે પરંતુ તેને પણ સમાજમાં પુન:સ્થાપન થવાનો અધિકાર છે માટે તેઓ યોગ્ય શિક્ષણ અને પ્રશિક્ષણ પણ મેળવતા હોય છે ત્યારે આ તબક્કે જો તેઓને યોગ્ય અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ પણ સમાજમાં પુના સ્થાપિત થઈ શકે છે અને નવો રાહ કેડી શકે છે.