નાસાના વૈજ્ઞાનિકો અને અવકાશ યાત્રીઓ દ્વારા આશરે બે વર્ષ બાદ
બ્રહ્માંડને લઈ માહિતી એકત્રિત કરાઈ
હાલ બ્રહ્માંડ ઝડપથી વિસ્તૃત થઈ રહ્યું છે અને સાથો-સાથ યુવાન પણ થઈ રહ્યું છે તેવું સર્વેમાં પણ સામે આવ્યું છે. નોબલ પ્રાઈઝ વિજેતાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, બ્રહ્માંડ ખુબ જ પુર ઝડપે વિસ્તૃત થઈ રહ્યું છે. ગત વર્ષો પહેલા જયારે બ્રહ્માંડનાં અવલોકન વિશે વાત કરવામાં આવી હતી તેની સરખામણીમાં હાલ બ્રહ્માંડ ૯ ટકા જેટલું વિસ્તૃત થયું છે અને સાથો સાથ યુવાન પણ થયું છે. મુદો એ પણ હતો કે બ્રહ્માંડનું વિસ્તૃતીકરણ કેટલાઅંશે અને કેવી રીતે થઈ રહ્યું છે? નાસા દ્વારા સ્પેસ ટેલીસ્કોપ તથા જોન હોકીન યુનિવર્સિટીના અવકાશયાત્રી એડમરાઈઝડ દ્વારા એક જર્નલ બહાર પાડવામાં આવી હતી.
જર્નલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ગત આંકડાકિય માહિતીની તુલનામાં હાલ જે નાસા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેમાં બ્રહ્માંડનું વિસ્તૃતિકરણ કુલ ૯ ટકા જેટલું થયું છે ત્યારે પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થઈ રહ્યો છે કે જે અવલોકન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તે કેટલા અંશે યોગ્ય છે કે કેમ? આ તકે નાસાનાં જોન મેથર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકો સ્વયાંતરે ભુલો કરતા હોય છે પણ તેઓ શોધી નથી શકતા તેવી રીતે કુદરત પાસે પણ ઘણી એવી ચીજ વસ્તુઓ છે જે માનવ તેને શોધી નથી શકતું.
આ તમામ મેજરમેન્ટ કે જે ટેલીસ્કોપ દ્વારા અંતરીક્ષમાં અનેક ચીજ વસ્તુઓ માટે લેવામાં આવ્યા હતા તેને આશરે બે વર્ષ જેટલો સમય લાગ્યો હતો પરંતુ તે વાતની કોઈ જ પુષ્ટિ થઈ ન હતી કે જે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે તે કેટલા અંશે યોગ્ય પુરવાર સાબિત થશે. સાથોસાથ બ્રહ્માંડ ૧૨.૫ બિલીયનથી ૧૩ બિલીયન વર્ષ જુનું હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ કયાંકને કયાંક બ્રહ્માંડ હજી યુવાન હોય તેવું જ સામે આવી રહ્યું છે પરંતુ તેનો કોઈ નકકર આંકડો અવકાશયાત્રી કે પછી વૈજ્ઞાનિક પાસે આવ્યો નથી.