૬૦ દેશોમાંથી ૩૭ હજાર અમરિકી નાગરિકોને એરલીફટ કરાયા: ૪૦૦ ફલાઈટોની લેવાઈ મદદ
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સાર્વત્રિક વ્યાપી ઉઠયો છે ત્યારે અમેરિકા ભારત સહિત અન્ય દેશોમાં ફસાયેલા ૨૨ હજાર નાગરિકોને એરલીફટ કરશે તેમ પ્રિન્સીપાલ ડેપ્યુટી આસીસ્ટન્ટ સેક્રેટરી ઓફ ક્ધસ્યુલર અફેર દ્વારા માહિતી મળી રહી છે. હાલ કોરોના વાયરસનાં પગલે વિશ્વ આખુ ચિંતાતુર થયું છે ત્યારે જે રીતે અમેરિકા તેમના સ્થાનિકોને એરલીફટ કરવા માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે પ્રશ્ર્ન એ પણ ઉદભવિત થાય છે કે હાલ અમેરિકામાં પરિસ્થિતિ ગંભીર છે અને રોજ હજારોની સંખ્યામાં લોકો મોતના મુખમાં ધકેલાય છે ત્યારે આ સમયગાળા દરમિયાન અમેરિકા જવા કોણ તૈયાર થશે ?
હાલ અમેરિકાએ ૩૭૦૦૦ નાગરિકોને ૬૦ દેશોમાંથી પરત બોલાવી લીધા છે જેમાં ૪૦૦ ફલાઈટનો સમાવેશ થયો હોવાનું પણ સામે આવ્યું છે. ગત સપ્તાહમાં ૨૦ અમરિકી લોકો પોતાના વતન પરત ફર્યા હતા. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી દિવસોમાં ૭૦ વધુ ફલાઈટો મુકવામાં આવશે જેથી હજારો અમેરિકી નાગરિકોને પરત અમેરિકા બોલાવી શકાય. દક્ષિણ એશિયાઈ ખંડમાં હાલ અમેરિકાનાં ઘણાખરા રહેવાસીઓ ફસાયેલા છે કે જેઓ અમેરિકા પરત ફરવા ઈચ્છી રહ્યા છે. હાલ સાઉથ એશિયામાંથી અમેરિકાએ ૧૦૦૦ જેટલા અમેરિકી નાગરિકોને પરત બોલાવી લીધેલા છે. વધુમાં ફસાયેલા ૧૦૦૦થી વધુ નાગરિકોને પરત બોલાવવા અને પરત આવવા માટે રસ પણ દાખવ્યો છે જે માટે અમેરિકા પુરતા તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. હાલ ૨૨૦૦૦ જેટલા અમેરિકી સ્થાનિકો વિશ્ર્વનાં અનેકવિધ ખુણામાં રહેલા છે જેમાં સૌથી વધુ સાઉથ અને સેન્ટ્રલ એશિયામાં હોવાનું સામે આવ્યું છે.
આ તકે અમેરિકી દુતાવાસ તરફથી મળતી વિગતો મુજબ આગામી સમયમાં આ તમામને પરત બોલાવી લેવામાં આવશે તેવો ભરોશો પણ દાખવ્યો છે. ચાઈના બાદ ડિટેકટ થયેલા કોરોના વાયરસનાં પગલે અમેરિકામાં અંદાજે ૬૦ હજારથી વધુનાં મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે જયારે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા ૩ લાખને પાર થઈ છે જયારે ૮ હજાર જેટલી ફેટાલીટી પણ નોંધાઈ છે. હાલ અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે જાણે દેશ એપીક સેન્ટર બન્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ વાયરસથી કોઈ સાજુ ન થયું હોવાનું પણ સામે આવ્યું છે.