સપ્ટેમ્બરમાં છથી વધુ બલાસ્ટિક મિસાઈલ લોન્ચ કરી નોર્થ કોરિયાએ યુએન સિક્યુરિટી નો ભંગ કર્યો હતો

હાલ અમેરિકાએ રશિયા અને નોર્થ કોરિયા ઉપર મિસાઇલ ટેસ્ટ કર્યા બાદ પ્રતિબંધ લાદ્યો છે અને અમેરિકાએ એ વાત ઉપર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગત સપ્ટેમ્બર 2021 થી નોર્થ કોરિયાએ છથી વધુ વખત બલાસ્ટિક મિસાઇલનું ટેસ્ટ કર્યો હતો જે અમેરિકા ના સુરક્ષા નિયમો વિરોધનો છે. એટલું જ નહીં અમેરિકા દ્વારા રશિયા પર પણ પ્રતિબંધ લગાડવામાં આવેલો છે. બીજી તરફ અમેરિકા અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી યુક્રેન બાબતે તણાવ ચાલુ છે ત્યારે બાઇડેન સરકારે ફરી આ મુદ્દે કડક ચેતવણી આપી છે.

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયા યુક્રેનના મુદ્દે હસ્તક્ષેપ કરશે તો તેની પર વધુ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવે તેવી શક્યતા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અમેરિકા રશિયા સાથે યુક્રેનમાં આગામી સમયમાં ગોઠવવામાં આવનારી મિસાઇલ્સની સંખ્યા ઘટાડવા તેમજ પૂર્વ યુરોપમાં અમેરિકા અને નાટોની લશ્કરી કવાયતને મર્યાદિત કરવાના મુદ્દે ચર્ચા માટે તૈયારી દાખવી છે.

બીજી તરફ અમેરિકાના અધિકારીઓ એ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે નોર્થ કોરિયા ગેરકાયદેસર રીતે હથિયારો ની લે વેચ માં ખુબ જ સક્રીય ભાગ ભજવી રહ્યું છે જે સહેજ પણ ચલાવી શકાય તેમ નથી અને જે રીતે નોર્થકોરિયા દ્વારા જે મિસાઇલ ટેસ્ટ વારંવાર કરવામાં આવી રહી છે તે એ વાત સૂચવે છે કે તેઓ આંતર રાષ્ટ્રીય સુરક્ષાના નિયમો ભંગ કરવામાં જ માની રહ્યું છે. એટલે હાલની આ સ્થિતિને ધ્યાને લઇ અમેરિકાએ રશિયા અને નોર્થ કોરિયા ઉપર સુરક્ષા ક્ષેત્રે અનેક પ્રતિબંધો લાદી દીધેલા છે.

તો સામે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને જે સફર મિસાઈલ પરીક્ષણ કરવામાં આવ્યા તેના માટે સૈન્ય નો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના ઉત્સાહને બમણો બનાવવા માટેના કાર્યો હાથ ધર્યા હતા.એટલું જ નહીં અમેરિકા-રશિયા મા અનેક મુદ્દાઓને ધ્યાને લય વિવિધ ક્ષેત્રે પ્રતિબંધ મૂકવા માટે હાલ કવાયત હાથ ધરી રહ્યું છે જેમાં મુખ્ય કારણ યુક્રેઇન નો મુદ્દો જ સામે આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.