પર્યાવરણ સામે સૌથી મોટો ખતરો જો કોઈ હોય તો તે પ્લાસ્ટીક છે. પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડીને અથવા તો સદંતર બંધ કરીને પર્યાવરણની જાળવણી ખુસ સારી રીતે કરી શકાય છે. જેથી પ્લાસ્ટીકની જગ્યાએ અન્ય પદાર્થનો ઉપયોગ કરવો હિતાવહ છે. રાજકોટમાં અનેક સંસ્થાઓ ઈકોફ્રેન્ડલી વસ્તુઓના ઉત્પાદન અને વિતરણ સાથે સંકળાયેલી છે. ત્યારે શહેરના એક મહિલા આગેવાનની સાધનાથી પર્યાવરણ બચાવવાની જંગમાં સફળતા મળશે તેવી આશાઓ છે.
મિનલબા ગોહિલે ન્યુઝ પેપરમાંથી એવી પ્રોડકટ બનાવે છે જે ઈકોફ્રેન્ડલી છે. પ્રોડકટની અંદર ઔષધી-શાકભાજીના બી ઉમેરવામાં આવે છે. જેના પરિણામે જ્યારે પ્રોડકટનો ઉપયોગ પૂરો થઈ જાય તો તે પર્યાવરણને નુકશાનકારક રહેતી નથી. ઉલ્ટાનું પર્યાવરણ ખીલી ઉઠે છે. બીનું વાવેતર પણ કરી શકાય છે. આવી પ્રોડકટ મિનલબા ગોહિલે યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ, મહાનગરપાલિકા કમિશનર સહિતનાને ભેટમાં આપી હતી.
પછાત બાળકોને શિક્ષા આપવાનો પણ સેવાયજ્ઞ
મિનલબા ગોહિલે ગરીબ અને પછાત પરિવારના બાળકોને શિક્ષીત કરવાનું અનોખુ અભિયાન છેડ્યું છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે થોડા સમય પહેલા નેચરીંગ સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેકટ અંતર્ગત આ અભિયાન શકર્યુંહતું. જેમાં મિનલબા જોડાઈ ગયા હતા. ૨ થી ૧૬ વર્ષના બાળકોને શોધી તેમને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. દર શનિવાર અને રવિવાર બાળકોને શિક્ષણ અપાય છે. થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ સેવાયજ્ઞની સરાહના કરી હતી.