ડબલ ડેકર કોચ શરૂ થઇ જશે
નવા વર્ષનાં આગમન સાથે જ સરકાર રેલવે મુસાફરોને અદભૂત ભેટ સ્વરૂપે ઉદય એકસપ્રેસ આપશે રેલવે જાન્યુઆરીથી જ લગઝુરીયસ ડબલ ડેકર ટ્રેનની શ‚આત કરશે આ ટ્રેન કોમ્બાટોર બેંગ્લોર, વિશાખાપટનમ-વિજયવાડા અને બાંદ્રા-જામનગર આમ ત્રણ રૂટમાં દોડશે વર્ષ ૨૦૧૬-૧૭ રેલવે બજેટમાં ઉત્કૃષ્ટ ડબલ ડેકર એર કંડીશન યાત્રી એકસપ્રેસ (ઉદય) જાહેર કરાઈ છે. જેનો લક્ષ્યાંક બિઝનેસ ટ્રાવેર્લ્સને આકર્ષવાનો છે. ૧૦મી ઓગષ્ટે ત્રણ કોચ સાથે આ ટ્રેનનું પરિક્ષણ કરવામાં આવ્યું હતુ જેની સ્પીડ ૮૦ કીમી. પ્રતિ કલાકની છે તો ૫મીક ડીસેમ્બરે તેને ફરીથી કોઈમ્બેટોર બેંગ્લોરનાં રૂટ પર ૧૦૦ કી.મી. પ્રતિ કલાકની ગતિથી ૨૩૫ કીમી દોડી હતી. ઉદયને અન્ય ૯ ડબલ ડેકર ટ્રેનોમાં જોડવામાં આવશે. સુવિધાથી ભરપૂર આ ટ્રેન મુસાફરોને વિદેશી ટ્રેનો જેવો અહેસાસ કરાવશે. એર કંડિશનથી સજજ ડબલ ડેકર ચેર કાર કોચમાં મુસાફરો માટે એલસીડીની સુવિધા પણ આપશે. આ ઉપરાંત વચ્ચેનાં ડેક એરિયામાં ઓટોમેટીક ફૂડ વેન્ડિંગ મશીન અને મોટી એલસીડી સ્ક્રિન પણ ઉપલબ્ધ છે. ટ્રેનમાં બાયો ટોયલેટની સાથે ૨ બાર્થ‚મની સુવિધા રાખવામાં આવી છે.
એક રેલવે અધિકારીએ જણાવ્યું હતુ કે ભારતીય રેલવેનું નવું સાહસ લોકોને ચોકકસ આકર્ષી લેશે. ખાસ તો આ ટ્રેનમાં અન્ય ટ્રેનો કરતા ૪૦ ટકા વધુ પેસેન્જરોની સુવિધા છે. કોઈમ્બાટોર-બેંગ્લોરનાં રૂટમાં સૌ પ્રથમ ઉદય એકસપ્રેસ શરૂ થશે. જોકે રેલવે પાસે રાજધાની, શતાબ્દી જેવી લગઝુરીયસ ટ્રેનો છે. પરંતુ ઉદય મુસાફરોને એક અલગ જ અહેસાસ કરાવશે