આજ સુધી આપણે ઘણા જુદા જુદા પરોઠા ખાધા હશે પરંતુ શું તમે કયારે પણ રબડી સમોસા ટ્રાય કર્યા છે તો ચાલો જાણીએ રબડી પરાઠા બનવાની રીત…
૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
એક લિટર દૂધ
૫૦૦ગ્રામ ચિની
૧/૨ ટેબલસ્પૂન એલચી પાવડર
૧૦/૧૫ બારીક સમારેલી બદામ
5 થી 7 કેસર
10 પીસ્તા બારીક સમારેલ
10 કાજુ બારીક સમારેલ
એક નાની કટોરી નારિયાળ બૂરું
અડધો લિટર ઘી
પાણી
સૌ પ્રથમ એક પેનમાં દૂધ ધીમા તપ પર ગરમ કરો. જ્યારે દૂધ એક દમ ગરમ થવા આવે ત્યાં સુધી તેને થવા દો. જ્યારે દૂધની ૧/૩ માત્ર રહી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં એલચી પાવડર, બદામ,કાજુ અને કેસર ઉમેરો. જ્યારે દૂધમાં મલાઈના ગાઠા પડી જાય ત્યારે ગેસ બંધ કરી દો. હવે તેને એક એક બાઉલમાં કાઢી ફ્રિજમાં રાખી દો. હવેએક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. અને ત્યાં સુધી પરાઠા માટેનો લોટ ત્યાર કરી લો. હવે પરોઠા ત્યાર કરી તેમાં રબડીનું સ્ટફિંગ ભરીલો ધ્યાન રાખવું કે રબડી પાતળીના હોય બને કિનારાને જોઇન્ટ કરી પરોઠાને તેલમાં તળી લો. તો ત્યાર છે રબડી સમોસા