16 જુલાઈની રાત્રે ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે. ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચંદ્ર ગ્રહણ થઈ રહ્યું છે. ભારત સાથે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. 16 જુલાઈની રાત્રે 1.30 વાગ્યે ગ્રહણ શરૂ થશે.
જેનું 17 જુલાઈ સવારે 4.30 વાગ્યે પૂરું થશે. ત્રણ કલાક આ ગ્રહણ રહેશે. 149 વર્ષ પહેલા આવો દુર્લભ યોગ બન્યો હતો. 12 જુલાઈ 1870ના રોજ ગુરુ પુર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણ થવાનો યોગ સર્જાય હતો. એ સમયે પણ શનિ, કેતુ અને ચંદ્ર ધન રાશિમાં હતા. સૂર્ય અને રાહુ મિથુન રાશિમાં હતા.