છેલ્લા 35 વર્ષથી જામનગર પંથકમાં પક્ષી તેમ સાપના બચાવ માટે સતત કાર્યશીલ રહેતી  લાખોટા નેચર ક્લબ દ્વારા અનોખી સિધ્ધિ હાંસલ કરાઇ છે. ઘંઉલા પ્રજાતિના સાપને બચાવી સાપના 21 જેટલા ઇંડાનો 56 દિવસ સુધી વાતાવરણમાં કૃત્રિમ ઉછેર કર્યા બાદ 17 ઇંડામાંથી બચ્ચાનો જન્મ આપવામાં સફળતા મળી હતી.

લાખોટા નેચર ક્લબમાં સેવા આપતા પ્રકૃત્તિ પ્રેમી ડો.અરૂણ કુમાર રવિને જામનગરના એરફોર્સ-2 રહેણાંક વિસ્તારમાંથી ઘરમાં સાપ હોઇ સાપને પકડવા માટે ફોન આવતા તરત જ ત્યાં પહોંચી રહેણાંક વિસ્તામાંથી ઘઉંલો પ્રજાતિના સાપને પકડી તેની બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ આ સાપને સંસ્થામાં રાખવામાં આવ્યા હતાં. આ સાપે 21 જેટલા ઇંડા મુક્યા હતાં. જેથી સંસ્થામાં પ્રકૃત્તિ પ્રેમી અરૂણકુમાર, રજતભાઇ તેમજ સુરજભાઇ જોષી દ્વારા આ ઇંડાને સાચવી આ ઇંડાને 56 દિવસ સુધી જરૂરી વાતાવરણ તેમજ તાપમાન સાથે ઉછેરવા માટે રાખવામાં આવ્યા હતાં.

56 દિવસની જહેમત બાદ તેમજ રોજ બરોજની વૈજ્ઞાનિક જાળવણી બાદ આ દરેડ ઇંડામાંથી બચ્ચાને જન્મ આપવામાં સફળતા મળી હતી. જેમાંથી 17 ઇંડામાંથી સફળતાપૂર્વક સાપના બચ્ચાંઓ બહાર આવ્યા હતાં તેમજ 4 ઇંડામાંથી કોઇ કારણોસર બચ્ચાં નીકળી શક્યા ન હતાં. ત્યારબાદ નવા જન્મેલ 17 બચ્ચાંઓને જંગલ ખાતાની મદદથી પ્રકૃત્તિના ખોળે ફરીથી છોડી મુકવામાં આવ્યા હતાં. શહેરમાં કે આસપાસમાં કોઇપણ જગ્યાએ રહેણાંક વિસ્તારમાં સાપ કે પક્ષી બચાવ માટે ડો.અરૂણ કુમાર રવિ, રજતભાઇ અને સુરજભાઇ જોષીનો સર્પમિત્ર સદસ્યોનો સંપર્ક કરવા લાખોટા નેચર ક્લબના ઉપપ્રમુખની યાદીમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.