સંસ્થા કેન્દ્રશાસિત પ્રદેશોની શૈક્ષણિક પ્રતિષ્ઠાને આગળ વધારશે
સંધપ્રદેશ દાદર અને નગરહવેલી તથા દમણ દિવ માટે આનંદની વાત છે કે દિવના શિક્ષણ કેન્દ્ર ખાતે વડોદરાની આઇઆઇઆઇટીવી આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલવાની પરવાનગી મળી છે. દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલના અવિરત અને સતત પ્રયત્નોનું આ પરિણામ છે. જેના કારણે કેન્દ્ર શાસિત પ્રદેશ અને ખાસ કરીને દીવને આ સન્માન આપવામાં આવ્યુ છે.
દીવમાં સ્થાપિક થનારી આ રાષ્ટ્રીય સંસ્થા પ્રથમ છે જે કેન્દ્રશાસિત પ્રદેશોની શૈક્ષણિક પ્રતિષ્ઠાને આગળ વધારશે.
આ સંસ્થા વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી અભ્યાસ ક્રમ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જે કેન્દ્ર શાસિત ક્ષેત્રના શૈક્ષણિક પરિણામોને નવી દિશા આપશે.
દીવના એજયુકેશન હબ કેવાડી ખાતે આ સંસ્થાની સ્થાપ્ના કરવામાં આવશેે. આંતરરાષ્ટ્રીય કેમ્પસ દીવમાં ત્રણ અભ્યાસક્રમો શરૂ કરવાની દરખાસ્ત છે. કમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજીનો ગ્રેજયુએટ કોર્ષ, જેમાં શરૂઆતમાં ૧૨૦ બેઠકો હશે અને આગામી વર્ષોમાં તે વધારવામાં આવશે. ઘણા ટૂંકાગાળાના અભ્યાસ ક્રમો પણ છે.
આઇઆઇઆઇટી વડોદરા કેમપસ દીવની સ્થાપ્ના કેન્દ્રશાસિત પ્રદેશના ઇતિહાસમાં એક સીમાચિહન રૂપ છે તે દીવમાં સામાજિક આર્થિક વાતાવરણ બનાવવામા મદદ કરશે આ સંસ્થા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રોજગાર પેદા કરશે જયારે ગુણવતાવાળા સંશાધનો વિકસાવવામાં મહત્વપૂર્વ ભૂમિકા ભજવશે.