જાણો આવનારૂ વર્ષ કેવું રહેશે?
અબતક, રાજકોટ
તા. 1-1-2022 ને શનિવારથી ખ્રીસ્તી નવા વર્ષની શરુઆત થશે.
ભારત દેશ માટે 2022 ના વર્ષની શરુઆત થોડી ખર્ચાળ રહેવાની શકયતા છે. તથા જમીન, મકાનના ભાવમાં વધારો થાય સાથે બેરોજગારીનું પ્રમાણ વધે મોંધવારી વધે તથા ખાસ કરીને જાન્યુઆરી મહિના દરમ્યાન કોરોનાના કેસમાં સારો એવો વધારો નોંધાય શકે છે સાવચેતી રાખવી જરુરી બનશે વર્ષની શરૂવાતમાં સૂર્ય તથા મંગળની યુતિ ખાસ નિર્ણાટક બનશે લોકોએ પોતાનું આરોગ્ય સાચવું જરુરી છે. સાવચેતી રાખવી જરુરી છે. કોરોનાની બીમારીનું સાવચેતી પૂર્વક નિયમોનું પાલન કરવું તથા રસી લેવી જરુરી બનશે. ધાર્મીક દ્રષ્ટિએ તથા ચંડીપાઠ પ્રમાણે મહાકાળી માતાજીની ઉપાસના કરવી સાથે કોરોનાના નિયમનું પાલન કરવું.
ગ્રહોની દ્રષ્ટિએ જાન્યુઆરી મહિનો ભારત દેશ માટે નિર્ણાયક બનશે.
અને એપ્રિલ મહિનામા: ગુરુ શનિ અને રાહુ કેતુ ગ્રહનો રાશી પરિવર્તન થશે જે ભારત દેશ માટે અને પુરી દુનિયાના દેશો માટે નિર્ણાયક બનશે.
એિ5્રલ મહિના પછી ભારતના જીવન ધોરણમાં ફેરફાર આવશે. ભૈતિક વાદી પ્રમાણે વધશે અમીરો અને ગરીબો વચ્ચેનો ગેપ પણ વધશે.
ગ્રહોની દ્રષ્ટિએ જોતા આ વર્ષે ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે તથા ઉનાળાની શરુઆતથી જ ગરમી પ્રમાણ પણ વધારે રહેશે.
તથા રાજકીય ખર્ચાઓમાં વધારો થાય. 2022ના વર્ષની શરુઆત મેષ, કર્ક, સિંહ, ક્ધયા, મીન રાશીના લોકો માટે પ્રમાણમાં સારી રહેશે. જો કે જન્મના ગ્રહો અને દશા પણ નિર્ણાટક રહેતા હોય છે.
લોકોએ આરોગ્ય સાચવુ બનશે જરૂરી
2022માં વર્ષ પ્રારંભે ગુરુ ગ્રહ કુંભ રાશીમાં છે. જયારે 13-4-22 થી મીન રાશીમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ એપ્રિલ મહિનાથી મીન રાશીના
જાતકોને સારુ ફળ આપશે તથા કર્ક તથા વૃશ્ર્વિક રાશીના જાતકોને પણ સારુ ફળ આપશે. કુંભ રાશીના જાતકોને 29-4-22 સુધી શનિની મોટી પનોતી લોઢાના પાયે છે પરંતુ કુંભ રાશીમાં ગુરુ હોતા થોડી રાહત જરુર આપશે.
2022 ના વર્ષમાં શનિનું ફળ ઇ.સ. 2022 માં તા. 29-4-22 સુધી શનિ મહારાજ કુંભ રાશીમાં છે આથી આ સમય દરમ્યાન
મિથુન રાશીમાં નાની પનોતી લોઢાના પાયે મહેનત વધારે કરાવે, તુલા રાશીમાં નાની પનોતી લોઢાના પાયે ખોટી મહેનત કરાવે, ધન રાશીમાં મોટી પનોતી પગેથી પસાર થાય ચાંદીના પાયે લક્ષ્મીદાયક ગણાય, મકર રાશીમાં મોટી પનોતી છાતીએથી પસાર થાય સોનાાના પાયે ચિતા કરાવે. કુંભ રાશીમાં મોટી પનોતી લોઢાના પાયે મહેનત તથા ચિતા કરાવે.,
તારીખ 29-4-2022 થી શનિ ગ્રહ કુંભ રાશીમાં આવશે. જે 12-7-22 સુધી રહેશે તે દરમ્યાન નાની મોટી પનોતીની વિગત કર્ક રાશીમાં નાની પનોતી ચાંદીના પાયે લક્ષ્મી દાયક, વૃશ્ર્વિક રાશીમાં નાની પનોતી ચાંદીના પાયે લક્ષ્મીદાયક, મકર રાશીમાં મોટી પનોતી ત્રાંબાના પાયે લક્ષ્મીદાયક, કુંભ રાશીમાં મોટી પનોતી રૂપાના પાયે સારી ગણાય લક્ષ્મીદાયક, મીન રાશીમાં મોટી પનોતી સોનાના પાયે ચિંતા કરાવે,
તારીખ 12-7-22 થી શનિ મહારાજ મકર રાશીમાં આવશે આ સમય દરમ્યાન પનોતીની વિગત મિથુન રાશીમાં નાની પનોતી ત્રાંબાના પાયે લક્ષ્મીદાયક તુલા રાશીમાં નાની પનોતી ત્રાંબાના પાયે લક્ષ્મીદાયક , ધન રાશીમાં મોટી પનોતી પગેથી પસાર થાય સોનાના પાયે ચિંતા કરાવે.
મકર રાશીમાં મોટી પનોતી છાતીએથી પસાર થાય લોઢાના પાયે ચિતા તથા મહેનત કરાવે., કુંભ રાશીમાં મોટી પનોતી માથેથી પસાર થાય સોનાના પાયે ભાર રખાવે ચિંતા કરાવે, શનિની નાની મોટી પનોતી નિવારણ માટે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજી તથા શનિદેવની ઉપાસના કરવી શનિના જય કરાવા શનિવારના એકટાણા રહેવા ગરીબોને દાન આપવું
ઇ.સ. 2022 મા રાહુ ગ્રહ 12-4-22 સુધી વૃષભ રાશીમાં રહેશે ત્યારબાદ મેષ રાશી આવશે. 12-4-22 સુધી મિથુન, તુલા અને કુંભ રાશીના જાતકોને રાહુ પીડા રહેશે આથી મહાદેવજીની ઉપાસના કરવી તા. 12-4-22 થી રાહુ ગ્રહ મેષ રાશીમાં હોતા વૃષભ ક્ધયા અને મકર રાશીના જાતકોને રાહુ પીડા રહેશે. આથી તેઓએ મહાદેવજીની ઉપાસના અને બુધવારના એકટાણા રહેવા.
શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંતરત્ન)
વર્ષનાં પ્રારંભે માં ગ્રહો કેવો પ્રભાવ
વર્ષના પ્રારંભે સૂર્ય વૃશ્ર્વિક રાશીમાં છે, ચંદ્ર પણ વૃશ્ર્વિક રાશીમાં છે., મંગળ પણ વૃશ્ર્વિક રાશીમાં છે., બુધ પણ મકર રાશીમાં છે. ગુરુ કુંભ રાશીમાં છે., શુક્ર ધનરાશીમાં છે. શનિ મકર રાશીમાં છે. રાહુ વૃષભ રાશીમાં છે., કેતુ વૃશ્ર્વિક રાશીમાં છે.