દુરસંચાર વિભાગના નિર્ણયો લેતી સંસ્થા ડિજિટલ સંચાર આયોગે આગામી મે મહિનામાં સ્પેક્ટ્રમની હરાજીની મંજૂરી આપી દીધી છે. સ્પેક્ટ્રમની હરાજી માટે અરજીઓને લઈ ચાલુ મહિને જ નોટિસ બહાર પાડવામાં આવશે.
દૂર સંચાર વિભાગને હરાજીના આગલા રાઉન્ડ માટે જાહેરનામું બહાર પાડવું પડશે. આ અંતર્ગત 5.22 લાખ કરોડ રૂપિયાની રેડિયો તરંગો વેચવામાં આવશે. ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓનું કહેવું છે કે 3.92 લાખ કરોડ રૂપિયાનું સ્પેક્ટ્રમ કોઈ ઉપયોગ કર્યા વગર હરાજી માટે પડ્યા છે.
ટેલિકોમ મંત્રાલયને સ્પેક્ટ્રમ વપરાશ શુલ્કના રૂપમાં ટેલિકોમ ઓપરેટરો પાસેથી સરેરાશ પાંચ ટકા આવક મળે છે. કંપનીઓ પાસે ઉપલબ્ધ સ્પેક્ટ્રમના આધારે તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દરમિયાન સંદેશાવ્યવહાર સેવાઓના વેચાણમાંથી મળેલી રકમમાંથી લાઇસન્સ ફી પેટે આઠ ટકા હિસ્સો મળે છે.