ગેરલાયક ઉઊમેદવારોને શિક્ષક સહાયકની સીટો મળી જાય તો, ઘણા લાયક ઉમેદવારોને રોજગારી ગુમાવવાનો ભય

આજથી ડોડ વર્ષ પહેલાં જૂન ૨૦૧૮માં ઝઅઝ (હાયર સેક્ધડરી) તેમજ ઝઅઝ (સેક્ધડરી)ની પરીક્ષાનું જાહેરનામું બહાર પડયું હતું. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપવા ફોર્મ ભર્યા હતા. પણ આ પ્રક્રિયામાં ગેરલાયક ઉમેદવારો પણ સામેલ થઈ ગયા હતા. ઝઅઝની પરીક્ષાના જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે..

જે ઉમેદવારો આ કસોટી માટે નિયત થયેલ શૈક્ષણિક કે વ્યવસાહિક લાયકાતના કોઈ એક અભ્યાસક્રમના છેલ્લા વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષા આપી હોય પરંતુ પરિણામ પ્રસિદ્ધ થયેલ ન હોય તેવા ઉમેદવારો પણ આ જાહેરાતના અનુસંધાને આવેદનપત્ર ભરી શકશે. આવા ઉમેદવારોની આ પરીક્ષાની અરજી અને આ પરીક્ષાનું પરિણામ તેઓની છેલ્લા વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષાને આધીન રહશે. આ મુજબ – ઝઅઝ  સેક્ધડરીની પરીક્ષા આપવા ઇ.યમની તમામ સેમેસ્ટરની પરીક્ષાઓ આપેલી હોવી જોઈએ. ઝઅઝ હાયર સેક્ધડરીની પરીક્ષા આપવા ઇ.યમ અને પોસ્ટ ગ્રેજ્યુશન બંનેની તમામ સેમિસ્ટરની પરીક્ષાઓ આપેલી હોવી જોઈએ.

પરંતુ એવા ઘણા ઉમેદવારો છે જે જરૂરી લાયકાતમાટેના છેલ્લા સેમેસ્ટર કે છેલ્લા વર્ષની પરીક્ષા આપેલ ન હોવા છતાં ઝઅઝ સેક્ધડરી અને હાયર સેક્ધડરીની પરીક્ષા આપી દીધી હતી. ગેરલાયક ઉમેદવારોની ચકાસણી રાજ્યપરીક્ષા બોર્ડની જવાબદારી હોવા છતાં આ બાબતે બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહતી અને આવા ઉમેદવારોને પરીક્ષા આપવા દીધી હતી.  ટાટની પરીક્ષાના જાહેરનામાના ડોડ વર્ષ બાદ આજે ભરતી પ્રક્રિયા આરંભ થઈ છે અહીં એક વાત નોંધનીય છે કે ગેરલાયક ઉમેદવારોએ અત્યાર સુધીમાં જરૂરી લાયકાત મેળવી ચુક્યા હોય.

7537d2f3 8

અંદાજીત ટાટ સેક્ધડરીમાં જેમને ઇ.યમનો અભ્યાસક્રમ પૂરો કર્યો નહતો એવા ૪૫૦ ઉમેદવારો ટાટ હાયર સેક્ધડરીમાં ઇ.યમ પૂરું કર્યું ના હોય એવા ૧૦૦ ઉમેદવાર અને પોસ્ટ ગ્રેજ્યુશન પૂરું કર્યું ના હોય એવા ૧૭૦ ઉમેદવારો છે. તારીખ ૧૮ નવેમ્બરના રોજ શિક્ષણ સહાયકની ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને એમાં ઘણા ગેરલાયક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જો ગેરલાયક ઉમેદવારોને શિક્ષણ સહાયકની સીટો મળી જાય તો ઘણા લાયક ઉમેદવારોને રોજગાર ગુમાવવાનો ભય રહેલો છે. આ કારણે  હાલ શિક્ષણ સહાયક ભરતીના લાયક ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.