આત્મહત્યાનો સૌથી વધુ ભય તે વ્યકિતને રહે છે જેણે ભૂતકાળમાં આત્મહત્યાના પ્રયાસો કર્યા હોય 81 ટકા લોકોના મત મુજબ આત્મહત્યા પાછળ લાંબાગાળાનું ડિપ્રેશન કારણભૂત હોવાનું સામે આવ્યું
અબતક, રાજકોટ
કેટલીક આત્મહત્યાઓ પાછળનું કારણ વ્યક્તિની બેકાબૂ ભાવનાઓ જવાબદાર હોય છે. આત્મહત્યાનો સૌથી વઘુ ભય તે વ્યક્તિને રહે છે જેણે ભૂતકાળમાં આત્મહત્યાના પ્રયાસો કર્યા હોય. હમણાં હમણાં આપણે ત્યાં આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે ત્યારે લોકોમાં આત્મહત્યા પાછળ કઇ બાબત જવાબદાર છે તેના પર સર્વે કરવામાં આવ્યો. આત્મહત્યા કે સુસાઈડ એ જાણી જોયને પોતાનો જીવ લેવાનું નામ છે. મોટેભાગે લોકોની આત્મહત્યા પાછળ કેટલાય પ્રકારના માનસિક રોગ જેવા કે બાય પોલર ડિસઓર્ડર, સ્કિજોફેનિયા, પર્સનાલિટી ડિસઓર્ડર, પારિવારિક અણબનાવ, આર્થિક સમસ્યા, પ્રેમમાં નિષ્ફળતા, દેવું વધીજવું, અસાધ્ય બીમારી, આબરૂ ન રહેવાનો ભય, ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન વગેરે બાબતો આત્મહત્યાના કારણો મનોવૈજ્ઞાનિકો દર્શાવે છે.
આ ઉપરાંત ઘણા લોકો વધારે પડતો દારૂ કે કેફી દ્રવ્યોના નશાના કારણે પણ આત્મહત્યા કરે છે, ક્યારેક બ્રેકઅપથી કંટાળીને પણ આત્મહત્યાનું પગલું ભરી લે છે. કેટલીક આત્મહત્યાઓ પાછળનું કારણ વ્યક્તિની બેકાબૂ ભાવનાઓ જવાબદાર હોય છે. આત્મહત્યાનો સૌથી વઘુ ભય તે વ્યક્તિને રહે છે જેણે ભૂતકાળમાં આત્મહત્યાના પ્રયાસો કર્યા હોય. પરંતુ લોકો આત્મહત્યાનું કારણ શું માને છે તે સંદર્ભે પીએચ. ડી.નાં વિદ્યાર્થી જાદવ તૌફિકે તેમના માર્ગદર્શક ડો. યોગેશ એ જોગસણનાં માર્ગદર્શનમાં સર્વે કર્યો.
“આત્મહત્યાના વિચારોવાળી વ્યક્તિનું વ્યક્તિત્વ તદ્દન બદલી જતું હોય છે, તે દરેક વખતે પોતાને બેચેન અને અસહાય મહેસુસ કરે છે. ગુસ્સો, ચિડિયાપણું, મૂડ પરિવર્તન, નિંદર ન આવવી, કોઈ કામમા જીવ ન ચોંટવો, શારીરિક માનસિક થાકનો અહેસાસ અને એકલતાનો અહેસાસ તેને થતો હોય છે”
81% લોકોએ આત્મહત્યા પાછળ લાંબાગાળાનું ડિપ્રેશન કારણભૂત હોવાનું જણાવ્યું.
72% વ્યક્તિઓએ માન્યું કે આત્મહત્યાનો વિચાર માનસિક બિમારી છે.
64% લોકો એવું માને છે કે વિઘટિત અને તૂટેલા પરિવારના કારણે આત્મહત્યા થતી હોઈ છે.
85% લોકોએ કહ્યું કે માનસિકરીતે અતિ નબળા લોકો આત્મહત્યા કરતા હોય છે. 72% લોકોએ સ્વીકાર્યું કે આત્મહત્યાના વિચારોવાળા લોકોને જરૂરી સમયે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન ન મળવાથી આત્મહત્યા થતી હોઈ છે.
. 76% લોકોએ કહ્યું કે એક વખત આત્મહત્યાની કોશીષ કરનાર ફરી એવા પ્રયત્ન કરે છે.
14% એ જણાવ્યું કે આર્થિક ખેંચ અને દેવાના કારણે આત્મહત્યા લોકો કરતા હોય છે.
27% એ જણાવ્યું કે પારિવારિક પરિસ્થિતિ આત્મહત્યાનું કારણ બનતી હોય છે.
36% એ જણાવ્યું કે પ્રેમ સંબંધ અને લગ્નોત્તર સંબંધ આત્મહત્યા અને ખુંનનું કારણ બનતું હોય છે.
જીદ્દી વર્તન અને સ્વભાવ આત્મહત્યાનું કારણ બનતું હોય છે એવું 18% લોકો એ સ્વીકાર્યું.
17% લોકોએ જણાવ્યું કે ચિંતા, તણાવ અને સામાજિકરીતે આબરૂ ખોવાના ડરને કારણે આત્મહત્યા કરતા હોય છે.
9% લોકોએ જણાવ્યું કે એકલતાથી કંટાળીને લોકો આત્મહત્યા કરતા હોય છે. 18% લોકોએ જણાવ્યું કે અસાધ્ય બીમારીને કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે.
:ઉપાય:
આત્મહત્યા અટકાવવા માટે સૌથી મોટો ઉપાય એ છે કે તેની આજબાજુથી આત્મહત્યાના સાધનો જેવા કે હથિયારો, દવાઓ, ફેનાઇલ જેવી વસ્તુઓ, વગેરે વસ્તુઓ દૂર રાખવી.
તેને સારા કાઉન્સેલર પાસે લઈ જવો. અને તેની બાબતોને શાંતથી સંભળાવી તે આવેગમાં આવી ચૂકેલ હોય છે.