સાઢુભાઈએ લીધેલી રકમનું વ્યાજ નહીં ચુકવી શકતા વેપારીની દુકાનને તાળા મારી દીધા
શહેરમાં વ્યાજખોરો બે લગામ થયા હોય તેમ વધુ એક ફરિયાદ સામે આવી છે.જેમાં હુડકો પોલીસચોકી પાછળનાળોદાનગર-7માંરહેતા ભાવેશભાઈ ગોરધનભાઈ ઉધરેજીયા (ઉ.વ.38) પાસેવધુ વ્યાજ વસુલવા આરોપી દેવરાજ આહીર અને તેના ભત્રીજા વિક્રમ (રહે, બંને ક્રિષ્ના ચોક) એ દુકાનને તાળુ મારી ચાવી લઈ જઈ ધમકીઓ આપતા ગુનો નોંધાયો છે.
આ અંગે ફરિયાદમાં ભાવેશભાઈએ જણાવ્યું છે કે તેઓ ઘરની બહાર જ અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. ચુનારાવાડમાં ફોટોફ્રેમની દુકાન ધરાવે છે.ચાર પાંચ વર્ષ પહેલા તેના સાઢુભાઈ જયસુખ સોલંકી (રહે. મોરજર ગામ, તા.ચલાલા) એ કેરીના ત્રણ બગીચા રાખ્યા હતા. જેથી તેને પૈસાની જરૂર પડતા બંને આરોપીઓ પાસેથી આઠેક લાખ વ્યાજે લીધા હતા. કેરીની સીઝન પુરી થયા બાદ 2કમ પરત આપી દીધી હતી.બે વર્ષ પહેલા ફરીથી તેના સાઢુભાઈએ આરોપીઓ પાસેથી રૂા.15 લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા. પરંતુ વાવાઝોડુ આવતા આંબા પડી જતા કેરીનો ફાલ ખરી પડયો હતો. જેને કા2ણે ખોટજતા 2કમ ચુકવી શકયા ન હતા. જેને કારણે તેના સાઢુભાઈ 2022 થી દર મહિને આરોપીઓને 75 હજાર દર મહિને વ્યાજ પેટે ચુકવતા હતા. છેલ્લા સાતેક માસથી વ્યાજ ચુકવવાનું બંધ કરતા આરોપી દેવરાજે તેને ક્રિષ્ના ચોકમાં આવેલી પોતાની ઓફિસે બોલાવી તું તારા સાઢુભાઈના રૂપીયામાં જામીન હતો તેમ કહેતા ત્યારથી તેણે દર મહિને રૂા.75 હજાર વ્યાજ ચુકવવાનું શરૂ કર્યું હતું. બે મહિના વ્યાજ ચુકવ્યું હતું.
ત્રીજા મહિને રકમની વ્યવસ્થા ન થતા દેવરાજએ ફરીથી તેની ઓફિસે બોલાવી સાત દિવસની પેનલ્ટી ગણી એક દિવસના રૂા.1500 લેખે રૂા.10,500 અને રૂા.6,500 કપાત વ્યાજ તરીકે લીધા હતા. આ ઉપરાંત વ્યાજના રૂા.75 હજા2 વસુલ કર્યા હતા. ત્યારબાદના ત્રણ મહિના ધંધો સરખો નહી ચાલતા વ્યાજ ચુકવી શકયો ન હતો. જેને કારણે બંને આરોપી તેના ઘરે આવી અને ફોન ઉપર પઠાણી ઉઘરાણી કરતા હતા. અને દુકાનને તાળા મારી ધમકીઓ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.