પ્રમુખ પદે આર.સી. સકસેના અને વા.પ્રેસીડેન્ટ તરીકે ભુપેશ ગૌતમની વરણી

વેસ્ટર્ન રેલવે એન્જિનીયર્સ એસો.ની ઝોનલ એકિઝકયુટીવ કમિટીની બેઠક ઝોનલ સમિતિના સભ્યોની હાજરીમાં તાજેતરમાં યોજાઈ હતી. એન્જીનીયર યુ.વી. એસ. તોમર, પ્રમુખ એન્જિનીયર આર.પી. શર્મા, સલાહકાર એન્જિયર એસ.પી. વર્મા, જનરલ સેક્રેટરી એન્જિનીયર એ.પી. મોર્ચ નાણા સચિવ,. એન્જિનિયર દરબાર સિંહ એકિઝકયુટીવ મેમ્બર અને એન્જિનીયર એસ.એસ. બુડેલા, સંગઠન સચિવ પશ્ર્ચિમ રેલવેના અન્ય મંડળના એન્જિનીયર એસ.ચતુર્વેદી, શરદ પાંડે આર.બી. પરમાર, રાહુલ શર્મા, વિનોદ કતારા, આર.એલ. શર્મા, એસ.કે.સિંહ નાગેન્દ્રકુમારે બેઠકમાં હજરી આપી ઉપરોકત એન્જિનિયરોની હાજરીમાં રાજકોટ ડિવિઝનની દ્વિ વાર્ષિક સામાન્ય સભામાં નવી મંડળ કમીટીના તમામ સભ્યો સર્વસંમતિથી ચૂંટાયા છે. જેમાં પ્રમુખ આર.સી. સકસેના, વા. પ્રેસીડન્ટ ભુપેશ ગૌતમ, સચિવ રાજીવકુમાર, નાણાં સચિવ એચ.કે.બાર્થવાલ, સંગઠન સચિવ ત્રિવેન્દ્રકુમાર, ઓડિટર મનોજ અગ્રવાલ, સંયુકત સચિવ સુજીતકુમાર, સચિવ એન.કે. રાઠી, વાયકે ગ્રુપ્તા, મીડીયા ઈન્ચાર્જ ગોવર્ધન શર્મા, એકિઝકયુટીવ મેમ્બર આર.વી. મહેતા, દેવચરણ રાજવર અને સચિન સાહુની નિમણુંક થવા પામી છે.

આ કાર્યક્રમ સિવિલ મિકેનીકલ ઈલેકટ્રીકલ અને સિગ્નલના સંપૂર્ણ સમર્પણ સાથે ગોઠવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.