પૃથ્વીની સૌથી પ્રતિકુળ ઇકોસિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે ઊંટ એક મહત્વ પૂર્ણ આજીવિકાનું સાધન ગણાય છે: જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકુલન કરવામાં તેની ભૂમિકા મહત્વની

વિશ્વભરમાં દરેક ખુણે પશુ – પંખી – પ્રાણીઓ માનવની સાથે વસવાટ કરી રહ્યા છે, ઘણા ચોપગા પ્રાણીઓ માનવીને આજીવિહા રળવામાં મદદ પણ કરે છે.  ગાય, ભેંસ, ઘોડા, બકરી, ઘેટા, હાથી જેવા ઘણા પ્રાણીઓ સાથે માનવીને મદગાર ઊંટની પણ મહત્વ પૂર્ણ ભૂમિકા છે. યુ.એન. દ્વારા આ ચાલુ 2024ના વર્ષને ઊંટના આંતર રાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ છે. આપણી ઇકો સિસ્ટમમાં આ પ્રાણીની ભૂમિકા મહત્વની છે.

ઊંટને રણનું વહાણ પણ કહેવાય છે. તેની પાછળનું કારણ એ છે કે તે ઘણાં દિવસો સુધી પાણી પીધા વગર જીવી શકે છે. તે ગરમ રેતાળ રણમાં પણ પ0 થી 60 કી.મી. ની ઝડપે દોડી શકે છે. વિશ્ર્વમાં તે એક માત્ર પ્રાણીછે, જે શુષ્ક વિસ્તારોમાં પણ પાણી વગર જીવી શકે છે, તેના વિશ એક લોક વાયકા એવી છે તેના શરીરમાં એક ખાસ પ્રકારનો રોગ થતાં, તેનું શરીર આખું કડક થઇ જાય છે, તેથી તેને આ રોગથી બચવા તેના માલીકો તેને જીવતો સાપ ખવડાવે છે. જયારે તેને પાણી પીવાની તક મળે ત્યારે તે 1પ1 લીટર પાણી પી લે છે. રાત્રે તેના શરીરનું તાપમાન 34 ડિગ્રી સુેલ્સીયસ હોય અને દિવસે 41 ડીગ્રી જોવા મળે છે. તેના દુધમાં ખુબ જ આયર્ન, વિટામીન અને મિનરલ્સ જોવા મળે છે.

કોઇપણ ખતરાથી બચવા તે તેના ચારેય પગનો ઉપયોગ લાત મારવા માટે કરે છે. જે યુઘ્ધો રણમાં લડાયા હતા, ત્યારે રાજા સમ્રાટોએ ઊંટનો ઉપયોગ કર્યો હતો. તે કેમેલિડે કુળનું પ્રાણી છે, કદાચ તેથી તેનું નામ કેમલ કહેવાતું હશે. તેને રેતી પર ચાલવા માટે અનુકુળ પહોળા પગ, જરુર પડયે બંધ થઇ જાય એવા નાસિકા છિદ્રો અને અંતર્ગઠિત પાંપણ હોય છે. મુખ્યત્વે ઊંટની બે જાત ગણી શકાય જેમાં અરબી અને બેકિટુયન ગણાય છે. આપણાં દેશનું ઊંટ અરબી જાતનું છે.  બેકિટુયન ઊંટનો મજબૂત બાંધો હોય છે, અને એશિયાના હિમાચ્છાદિત નિર્જન પ્રદેશમાં રહે છે, તેના શરીર પર આવેલા લાંબા બરછટ વાળને કારણે તેને ઠંડીથી રક્ષણ મળે છે. બેકિટુયન કરતા અબરી ઊંટની હાઇટ વધારે હોય છે. તે ર00 કિલોગ્રામ વજન 1પ0 કી.મી. સુધી લઇ જવાની ક્ષમતા ધરાવે છે.

ઊંટના મહત્વ વિશે જાગૃતિ વધારવા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ભલામણ બાદ યુએન જનરલ એસેમ્બલીએ તેનું વર્ષ જાહેર કર્યુ: ઊંટ 90 થી વધુ દેશોમાં લાખો ઘરોના જીવનને અસર કરે છે: ઊંટ દૂધ અને માંસનો સ્ત્રોત છે, જે લાખો લોકોને ભૂખ સામે લડવામાં મદદ કરે છે

દરિયા કાંઠે કે રણમાં ઊંટ સવારીની બાળકો મોજ માણતા હોય છે. તે ગાય, ભેંસ જેવા વાગોળનારા પ્રાણીમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઉંટ પાલતું પ્રાણી તરીકે ઓળખાય છે. તે સૂકો ઘાસચારો અને રણમાં કાંટાળી વનસ્પતિનો પાલો ખાય છે. જયારે સારો ચારો મળે ત્યાર તે પચાવીને ચરબીમાં રૂપાંતર કરીનુ ખૂંદમાં તેનો સંગ્રહ કરે છે.

આપણે ત્યાં સામાન્ય રીતે તેનો પરિવહનમાં વધુ ઉપયોગ થાય છે. હાથી, ઘોડાની જેમ લોકો પાળે છે, રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે છે. તેનો ભાર વહન કરવા, ખેતરો ખેડવા કે પાણી ખેંચવામાં ઉપયોગ થાય છે. તે એક દયાળ અને નમુપાણી છે, અને માનવી માટે સારો મિત્ર પણ છે, જે તેની આજીવિકામાં મદદ કરે છે. રણમાં રહેતા લોકો તેનું દુધ પીવે છે.

યુનાઇટેડ નેશન દ્વારા 2024ના વર્ષને ઊંટના આંતર રાષ્ટ્રિય વર્ષ તરીકે જાહેર કર્યુ છે, અને તેને નોઘ્યું છે કે પૃથ્વીના સૌથી પ્રતિકુળ ઇકો સિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે તે એક મહત્વ પૂર્ણ આજીવિકા છે. આ વર્ષ જાહેર કરવાનો હેતુ ઇકો સિસ્ટમના સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકુલન કરવામાં ઊંટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. યુએનનાં ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ભલામણ બાદ આ નિર્ણય લેવાયો છે. વિશ્ર્વભરના સમુદાયો માટે તે એક મજબુત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. વિશ્ર્વભરનાં લોકોના જીવનમાં ઊંટના મહત્વનો ઉજાગર કરવા માટે આ ઉજવણી સમગ્ર વર્ષ દરમ્યાન થશે.

વિશ્ર્વના 90 થી વધુ દેશોના લાખો ઘરોના જીવનને તે પ્રભાવિત કરે છે. તેનો ઉપયોગ પરિવહનમાં થતો હોવાથી તેઓ જૈવિક ખાતર પણ પ્રદાન કરે છે. તે ગમે તેવી કઠોર પરિસ્થિતિઓમાં ટકી રહેવામાં સક્ષમ ગણાય છે. પર્વત માળાઓના ઉચ્ચ પ્રદેશોમાં અન આફ્રિકા અને એશિયાના શુષ્ક અને અર્ધશુષ્ક જમીનોમાં ઊંટ ત્યાંની રહેવાસી પ્રજા માટે આજીવિકામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, આમ ઊંટ આબોહવા પરિવર્તન અંગે જાગૃતિ લાવવા માટે રાજદૂત બની શકે છે. ઇન્ટરનેશનલ યર ઓફ કેમેલીડસ 2024 નો ઉદેશ્ય ઊંટોની વણ ઉપયોગી સંભવિતા અંગે જાગૃતિ લાવવાનો છે, અને ઊંટનો ક્ષેત્રમાં વધુ રોકાણ, વધુ સંશોધન, ક્ષમતા વિકાસ અને નવીન પ્રથાઓ અને તકનીકોના ઉપયોગની હિમાયત કરવાનો છે.ઊંટ વિશ્ર્વભરના ઘણા સમુદાયો માટે ખાદ્ય સુરક્ષા, પોષણ અને આર્થિક વૃઘ્ધિમાં ફાળો આપે છે. વર્ષોથી આ પ્રાણી પણ ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જયા અન્ય પશુધનની પ્રજાતિઓ ટકી શકતી નથી, ત્યાં તે ઉત્પાદનો અને લોકોનું પરિવહન કરવું કે સમુદાયોને દૂધ-માંસ અને ફાઇબર જેવી જરૂરીત પુરી પાડવામાં ઊંટ શ્રેષ્ઠ ભૂમિકા ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.