લગ્ન પહેલા દંપતિઓને થેલેસેમીયા ટેસ્ટ કરાવવા રમણીકભાઈ જસાણીનો અનુરોધ
આર.બી.કોઠારી નિદાન કેન્દ્ર કે જે છેલ્લા ૨૬ વર્ષથી સતત કાર્યરત છે. એકવીસમી સદી વિજ્ઞાન અને મેડીકલ ટેકનોલોજી પ્રગતિશીલ રહી છે. તબીબી ક્ષેત્રે આ ટેકનોલોજીથી નવા નવા મશીનોની ઉપલબ્ધી રહી છે. થેલેસેમીયા રોગ વિશેની જાણથી થેલેસેમીયા મેજર ધરાવતા બાળકોના જન્મને રોકી શકાય છે. આ રોગની જાણકારી અર્થે આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં અત્યંત આધુનિક ટેકનોલોજીવાળુ બાયોરેડ મશીન વસાવેલુ છે. આ મશીનની ટેકનોલોજી હાઈ પરર્ફોમન્સ લીકવીડ ક્રોમેટોગ્રાફી છે કે જેનાથી થેલેસેમીયાનો ટેસ્ટ થાય છે એટલે કે રોગની જાણકારી થાય છે.
આ ઉપરાંત આ મશીનથી હિમોગ્લોબીનની વિલક્ષણતા પણ સમજી શકાય છે. એચબીડી, એચબીકયુ, એચબીઈ પણ જાણી શકાય છે. ગર્ભવતી બહેનો, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, સતત હિમોગ્લોબીન ઓછુ રહેતું તે માટે, યુવા વર્ગ માટે આ થેલેસેમીયા રિપોર્ટ કરાવવો જ‚રી ગણાય. જેનાથી થેલેસેમીયા મેજર થતા પહેલા નવી પેઢીમાં ન થાય તે રોકી શકાય છે. થેલેસેમીયા મેજર એક અસાધ્ય રોગ છે. આ રોગમાં વારંવાર લોહીની માત્રા ઘટી જાય છે અને દર્દીને અઠવાડીયે કે પંદર દિવસે લોહી ચડાવવું પડે છે. આ દર્દીની આવરદા પણ લાંબી હોતી નથી.
આ પ્રકારનો ટેસ્ટ કરવાથી થેલેસેમીયા મેજર થતો રોકી શકાય છે. અને દર્દી અને તેના આપ્તજનોને તેની વિટંબણાઓનો સામનો કરવાનો સમય આવતો નથી. આર.બી.કોઠારી નિદાન કેન્દ્ર આર્થી સર્વે પ્રજાજનોને જાણ કરે છે કે લગ્ન પહેલા સ્ત્રી અને પુરુષે આ પ્રકારનો ટેસ્ટ કરાવી લેવો અત્યંત આવશ્યક છે. આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં ઓછા ખર્ચે આ પ્રકારનો ટેસ્ટ ફકત ‚રૂ. ૪૦૦ લઈને કરવામાં આવે છે. આ સુવિધાનો ઉપયોગ કરવા આર.બી.કોઠારી નિદાન કેન્દ્રના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકભાઈ જસાણીએ અનુરોધ કર્યો છે.કારણકે પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયોર’.
આ ઉપરાંત આ મશીનથી જીએચબી, ડાયાબિટીસની ત્રણ માસની એવરેજ ટેસ્ટ પણ થઈ શકે. એટલે કે ડાયાબિટીસ ત્રણ મહિનામાં કેટલો રહે છે તે જાણી શકાય છે. ઉપરોકત આર.બી.કોઠારી નિદાન કેન્દ્રમાં આ સાધન આવવાથી એચબીએવનસી અને થેલેસેમીયાના રોગોની માહિતી મળી શકશે.