આધારકાર્ડ લિંક નહિ કરાવનાર રેશનકાર્ડ ધારકોને એપ્રિલથી અનાજ કેરોસીન બંધ
ટંકારા તાલુકાના રેશનકાર્ડ ધારકોને ૩૧ માર્ચ પહેલા આધારકાર્ડ લિંક કરાવવા આખરીનામું આપવામાં આવ્યું છે જો અધારકાર્ડ લિંક નહિ કરાવે તો એપ્રિલ માસથી અનાજ કેરોસીન આપવામાં નહિ આવે.
ટંકારા તાલુકાના નાયબ મામલતદાર પુરવઠા અધિકારીની સુચના હેઠળ ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જાહેર સુચના આપવામાં આવી છે કે ટંકારા તાલુકામા જેટલા પણ રેશનીંગ ડીપો છે તેમાં સરકારશ્રી નવા નિયમ મુજબ રેશનકાર્ડમાં જેટલા નામો હોય તેના તમામના આધાર કાર્ડની ઝેરોક્ષ જે તે ડીપોમાં ૩૧ માર્ચ પહેલા જમા કરાવવું ફરજીયાત છે.
પુરવઠા નાયબ મામલતદાર હિનાબેન ગોહિલને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખને જણાવતા આધારલિંકની ટંકારા તાલુકામાં ૬૫% કામગીરી થઈ ચુકેલ છે અને મોરબી જીલ્લામાં ટંકારા તાલુકો મોખરે રહી ૧૦૦% કામગીરી પુર્ણ કરે તેવી ગ્રાહકોને નમ્ર અપીલ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજા તેમજ પુરવઠા નાયબ મામલતદાર અધિકારી હિનાબેન દ્વારા પ્રયાસો કરવામા આવી રહ્યા છે.
વધું આધારકાર્ડ લિંકઅપ થાય અને વધુ ગ્રાહકોને લાભ મળે અને જો સમયસર આધારકાર્ડની નકલ જમા કરાવવામાં નહી આવેતો ગ્રાહકોને એપ્રિલ મહિનાથી રેશનીંગ મળશે નહી.
તેમજ ગેસની જે લોકોને સબસીડી મળેલ નથી તેવા લોકોએ બેંકમાં અને ગેસ એજન્સીમાં આધારકાર્ડ રજુ કરી ખરાઈ કરવી જરૂરી છે. આ જાણકારી તમામ ગ્રાહકને મળે તેવી ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષ મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા તથા મંત્રી પ્રવિણભાઈ મેરજા દ્વારા અપીલ કરવામાં આવી છે.