ઈરાન પર અમેરિકાના કડક પ્રતિબંધોની દહેશતી ભારતના નિકાસકારો ભીંસમાં
પરમાણુ સંધી તુટયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ખટરાગ યો છે. જેના પરિણામે અમેરિકા અગાઉની જેમ ઈરાન ઉપર કડક પ્રતિબંધો લાદે તેવી શકયતા છે. જેથી ઈન્ડસઈન્ડ અને યુકો બેંકે ભારતના નિકાસકારોને ઈરાન સોના વ્યવહારો ઓગષ્ટ પહેલા કલીયર કરવા અલ્ટીમેટમઆપ્યું છે.
ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયી રાજકીય અને ર્આથીક સબંધો છે. આ સબંધો અમેરિકાના પ્રતિબંધોના કારણે તૂટે નહીં તેવું મોદી સરકાર ઈચ્છી રહી છે. હાલ તો પ્રારંભીક તબકકે બેંકોએ નિકાસકારોને ઈરાને સોના વ્યવહારો ઓગષ્ટ પહેલા પતાવી દેવા તાકીદ કરી હોવાનું ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટસ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવાયું છે.
અમેરિકાએ થોપેલા પ્રતિબંધોના કારણે વર્ષ ૨૦૧૨માં ઈરાન અને ભારતની બેન્કિંગ ચેનલ વચ્ચે કરાર યા મુજબ ભારતીય નિકાસકારોને પેમેન્ટ પિયામાં ચૂકવવામાં આવતું હતું. ઈરાન પાસેી ઓઈલ ખરીદનાર સૌથી મોટુ ગ્રાહક ચીન છે ત્યારબાદ ભારતનો ક્રમ આવે છે. ભારતે ઈરાન સો વેપાર જાળવી રાખવા બાર્ટર પધ્ધતિ અમલમાં રાખી છે.
ઈરાન પાસેથી ખરીદવામાં આવતું ઓઈલનું પેમેન્ટ મોટાભાગે યુકો બેંકમાં રૂપિયા તરીકે ચૂકવાય છે. ઈન્ડસઈન્ડ બેંક પણ ઈરાન સોના વ્યવહારોમાં મહત્વનો ભાગ ભજવે છે. નિકાસકારોને ચેતવણી આપવામાં આવ્યા બાદ ઓગષ્ટમાં ઘણાના પેમેન્ટ સલવાય જાય તેવી દહેશત છે. સૌરાષ્ટ્રમાંથી પણ ઈરાન સો મોટાપાયે વેપાર-વાણીજય થાય છે. ઓગષ્ટ મહિના સુધીમાં ઈરાન સોના વ્યવહારો સંકેલી લેવાના અલ્ટીમેટમી સૌરાષ્ટ્રના વેપાર ઉપર પણ અસર શે તેવી દહેશત છે.