- ઝડપી સ્લાઇડ, સ્કાય ફોલ, 60 ફુટની ઊંચાઈથી માત્ર 4 સેક્ધડમાં સ્પ્લેશ અનહદ આનંદનો અનુભવ કરશો: 51 સ્લાઇડ્સ અને આકર્ષણો સાથે રેસ્ટોરન્ટ્સમાં મનભાવતું ભોજન
ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને બાળકોનું વેકેશન પણ ચાલુ છે. ત્યારે ઉનાળાના આ વેકેશનમાં ગરમી ટાઢક મેળવવા માટે તમારા બાળકોને રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા પાસેના વોટર પાર્કમાં ફરવા માટે લઈ જઈ શકાય છે. અહીં વિવિધ રાઈડો હોવાથી તમારા બાળકોને મોજ પડી જશે.
ક્રિષ્ના વોટરપાર્ક રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા કુવાડવા પાસે રાજકોટનો સૌથી જૂનો અને ફેમસ વોટર પાર્ક આવેલો છે. ક્રિષ્ના વોટર પાર્કમાં વિવિધ પ્રકારની રાઈડો પણ આવેલી છે. આ વોટર પાર્ક રવિવારથી શનિવાર સુધી રોજ ચાલુ રહે છે. અહીં સોમવારથી શુક્રવાર સુધી બાળકોની ફી 495 રૂપિયા અને એડલ્ટની 675 રૂપિયા ટિકિટ હોય છે. જ્યારે શનિવારે અને રવિવારે બાળકોની 540 અને એડલ્ટની 720 રૂપિયા લંચ મળે છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા વોટર પાર્કના ક્રિષ્ના વોટરપાર્ક માં ઝડપી સ્લાઇડ, સ્કાય ફોલ, 60 ફૂટની ઊંચાઈથી માત્ર 4 સેક્ધડમાં સ્પ્લેશ અનહદ આનંદનો અનુભવ કરશો અનુભવો. સુપર લાંબી સ્લાઇડ, રિવર ક્રૂઝ, 600 ફૂટ સુધી આનંદ પણ અદભુત માણી શકશો
અમે હમણાં જ 2024 માં સ્લિપ અને ફ્લાય નામની નવી સ્લાઇડ ઉમેરી છે!
51 સ્લાઇડ્સ અને આકર્ષણો સાથે, બે પ્રખ્યાત રેસ્ટોરન્ટ્સ ફ્રેન્ચાઇઝી છે જે તમામ પ્રકારનું ભોજન પીરસે છે.30 આરામદાયક રૂમ અને કોટેજ સુવિધા પણ છે