મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ ફગાવી દેવા ઉપરાંત શિવસેનાના બંધારણ મુજબ જ સેનાના પ્રમુખને કોઈ નેતાને હટાવવાના પાવર ન હોવાનું ટાંકયું હતું. આમ બંધારણને સમજવામાં થાપ ખાઈ જનાર ઉદ્ધવે પોતાના નિવાસસ્થાન માતોશ્રી ખાતે શિવસેના (યુબિટી) નેતાઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી.
વિધાનસભા અધ્યક્ષના નિર્ણય બાદ ઉદ્ધવ જૂથની બેઠક મળી, જવાબદારીઓને લઈને નેતાઓ વચ્ચે વિવાદ
હવે ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટમાં જશે તેવી અપેક્ષા છે. ત્યારે નેતાઓનો એક વર્ગ પક્ષના નેતાઓ કે જે ચૂંટણી પંચના રેકોર્ડ્સ અને સ્પીકરના કાર્યાલય પર પક્ષના 2018ના સંશોધિત બંધારણના મુદાને સમજવામાં થાપ ખાઇ ગયો તેનાથી નારાજ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની બાબતોના નબળા સંચાલન અને બંધારણની સમજણને લઈને નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. યુબીટી સેનાના નેતાઓ કહ્યું કે ચૂંટણી પંચ અને વિધાનસભાની બાબતોને સંભાળવાની જવાબદારી સાંસદ અનિલ દેસાઈ અને પૂર્વ મંત્રી સુભાષ દેસાઈની છે.
હકીકત એ છે કે પક્ષનું 2018નું બંધારણ ચૂંટણી પંચના રેકોર્ડ પર નથી અને નાર્વેકરે 1999ના બંધારણને માન્ય ગણાવ્યું હતું તે બાબત શિંદે જૂથને વાસ્તવિક શિવસેના તરીકે જાહેર કરવાના અને તેમની સામેની ગેરલાયકાતની અરજીઓને ફગાવી દેવાના નાર્વેકરના નિર્ણયમાં મુખ્ય મુદ્દો હતો. ગુરુવારની બેઠકમાં ભાગ લેનારાઓમાં સેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉત પણ હતા. સેના (યુબીટી) એમએલસી અનિલ પરબે કહ્યું કે 2018ના સુધારાના તમામ દસ્તાવેજો ચૂંટણી પંચને આપવામાં આવ્યા છે અને તે સુપ્રીમ કોર્ટને પણ આપવામાં આવશે. કોઈ આંતરિક વિખવાદ નથી, તેમણે કહ્યું.
ધારાસભ્ય પક્ષની શરતોની મર્યાદા હોય છે. આ બંધારણની ક્રૂર મજાક સિવાય બીજું કંઈ નથી. 2018માં શિંદેને નેતાનું પદ આપવામાં આવ્યું હતું. અમે બંધારણના તમામ ફેરફારો ચૂંટણી પંચને સુપરત કર્યા છે, અમારી પાસે પુરાવા છે.