તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાઈ

કોરોના મહામારીના વિષમકાળમાં રૂા.25 લાખની દવાઓ, ઇન્જેકશનો, વેન્ટીલેટર મશીન, ઓક્સિજન બાટલાં, ફ્રુટ, માસ્ક, સેનિટાઇઝર અને સ્ટીમ મશીનનું વિતરણ કરાયુ

સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતાના પારિવારિક ટ્રસ્ટ દ્વારા ચાલતો અનોખો સેવાયજ્ઞ: અત્યાર સુધીમાં 250 દર્દીઓને મળ્યો લાભ

સેવા, બે અક્ષરનો આ શબ્દ કદાચ બહુ જ મોટી દુનિયા બનાવી શકે છે જો તે નિ:સ્વાર્થ અને જરૂરીયાતમંદોને જરૂરીયાતના સમયે મળી રહે. આવી પ્રવૃત્તિ મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા ચલાવાઇ રહી છે.

મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન ‘સેવા’ શબ્દને સાર્થક કરતી કામગીરી રહ્યું છે. સંસ્થાની અનેક પ્રવૃત્તિઓ પૈકી તાજેતરમાં વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેરે ગુજરાત સહિત દેશભરમાં કપરી પરિસ્થિતીનું નિર્માણ સાથે ચિંતાજક કસોટી કરી. રાજકોટની વાત કરીએ તો, હાઉસફુલ હોસ્પીટલોમાં, ઓક્સીજન બાટલાની કારમી તંગી, એમ્બ્યુલન્સ મેળવવા કલાકોનું વેઇટીંગ, મેડીકલના દરેક સાધનો અને દવાઓ મેળવવા માટે લાંબી લાઇનો. અિંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં પણ વેઇટીંગ, આ કઠીન અને પારાવાર લાચારીની સ્થિતિમાં દિવસે-દિવસે અનેક કોવિડ સેન્ટર કે હોસ્પીટલ શરૂ થઇ અને દર્દીઓ માટે આશાનું કિરણ લાવી. આવી જ એક હોસ્પીટલ, રોલેક્સ-એસએનકે કોવિડ સેન્ટરમાં સંપુર્ણ સુવિધા સાથે દર્દીઓની સારવાર કરવામાં આવી. મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન મેડીકલ સ્ટોર્સ પણ રોલેક્સ-એસએનકે કોવિડ સેન્ટરમાં કાર્યરત છે.

જેના દ્વારા દાખલ દર્દીઓને વિનામુલ્યે દવાઓ આપવામાં આવે છે.મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન દ્વારા રૂા. 25 લાખનો આર્થિક સહયોગ આપવામાં આવ્યો અને આનંદના સમાચાર એ છે કે આ રકમના ઉપયોગથી અત્યાર સુધીમાં 250 દર્દીઓને સમયસર સારવાર મળી અને સાજા થયા. આ સંસ્થાએ આ દર્દીઓનો તમામ ખર્ચ ઉઠાવેલ છે. જેમાં ઇન્જેકશનો તેમજ દવાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓક્સીજન બાટલા, બાય-પેપ વેન્ટીલેટર, ઓક્સીજન ફલો મીટર, દર્દીઓનો ખોરાક, ફળ, જ્યુસ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માસ્ક, સેનીટાઇઝર અને સ્ટીમ મશીનની વિતરણ પણ કરાયેલ છે.

વિશેષમાં એમ.ટી.એમ.એફ. દ્વારા એનોક્સપેરીન, મેથીલ્પ્રી ડેનીસોલોન, સીફોપ્રેરાઝોન એન્ડ સુલ્બાક્ટમ, હેપારીન 25000 આઇયુ, પીપેરાસીલીન + ટઝોબેક્ટીમ, મેરાપેનેમ જેવા લાઇફ સેવિંગ્ઝ ઇન્જેકશનો બહોળી સંખ્યામાં કુલ 218 દર્દીઓને સારવાર માટે વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. આવી જ રીતે રોલેક્સ-એસએનકે કોવિડ સેન્ટરમાં મળતી સુવિધાઓ ખુબ જ ઉપયોગી બની રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણમાં વધારો જણાતાં સંસ્થા દ્વારા 48-48 સીટર બે એસી બસ સર્વિસો ઓક્સિજન સીલીન્ડર, બી.પી. માપવાના મશીન સહિતના તબીબી સાધનો સાથે તૈયાર કરાયેલ છે. આ બસ સર્વિસમાં 1-1 તબીબ, 3-3 નર્સ, 3-3 હેલ્પર તૈનાત કરાયેલ છે.

1 10

આ બસ દરરોજ અલગ-અલગ ગામડાઓમાં જાય છે. કોરોનાના લક્ષણોવાળા દર્દીઓના કોરોના ટેસ્ટ કરે છે. જેમાં સામાન્ય લક્ષણોવાળા કર્દીઓ હોય તો તેઓને દવા આપી હોમ આઇસોલેટ થઇ આરોગ્ય સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે. ત્યારબાદ જો કોરોનાના વધુ લક્ષણોવાળા જો દર્દીઓ મળી આવે તો તેને આ બસ મારફતે રાજકોટ રોલેક્સ-એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં લાવી જરૂરી આરોગ્ય સારવાર પુરી પાડવામાં આવે છે.

બસ મારફત લતીપુર, જસદણ વગેરે અનેક ગામોમાં તબીબી સુવિધા પુરી પડાયેલ છે. આ સંસ્થા દ્વારા દર્દી સ્વસ્થ થયા બાદ સંસ્થાની જ એમ્બ્યુલન્સમાં ઘર સુધી પહોંચાડવામાં આવે છે. અત્યારે પણ રોલેક્સ-એસ.એન.કે. કોવિડ સેન્ટરમાં 80 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ સંસ્થા દ્વારા 6 એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે.

સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા, નાફકબ (ન્યુ દિલ્હી)ના અધ્યક્ષ અને સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ મનુભાઇ એન્ડ તારાબેન મેમોરીયલ ફાઉન્ડેશન અનેક કાર્યો કરી રહી છે અને દરેક જરૂરીયાતમંદો માટે સંકટ સમયની સાચી અને આવશ્યક સાંકળ પુરવાર થઇ રહી છે. સમગ્ર પ્રોજેક્ટમાં ડો. જીતેન્દ્રભાઇ અમલાણીનું સતત માર્ગદર્શન અને સહયોગ મળી રહ્યો છે.

સંસ્થાના અદના કાર્યકર રાહુલભાઇ મહેતા ઉપરાંત ધનરાજભાઇ મહેતા, મેઘાબેન મહેતા, અજયભાઇ વાળા, હેમાલીબેન ખોખાણી, ભરતભાઇ કાપડીઆ, કમલેશભાઇ મહેતા, અલ્પેશભાઇ મહેતા, દિનેશભાઇ ગોહિલ, ભાવિનભાઇ વર્મા, મેહુલભાઇ મહેતા, પ્રશાંતભાઇ લાઠીગરા, દિશાંકભાઇ શાહ, જયેશભાઇ મહેતા સતત કાર્યરત રહી સંસ્થાની વિવિધ પ્રવૃતિઓને સાકાર કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.