અબતકની મુલાકાતમાં ગુર્જર સુથાર જ્ઞાતિના આગેવાનોએ વિશ્વકર્મા જયંતી મહોત્સવના શોભાયાત્રા સમૂહલગ્ન, રક્તદાનકેમ્પ,મહાપ્રસાદ સહિતના કાર્યક્રમની આપી વિગતો
રાજકોટ સહિત ગુજરાત અને દેશભરમાં વસતા ગુર્જર સુતાર જ્ઞાતિ ના આરાધ્યદેવ વિશ્વકર્મા પ્રભુજી ની જન્મ જયંતીની ઉજવણીનું રાજકોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ‘અબતક’ની મુલાકાતમાં ગુજરાત સુથાર જ્ઞાતિ ના પ્રમુખ રસિકભાઈ ભદ્રકિયા મુકેશભાઈ વડગામા પ્રદીપભાઈ કરગથરા જગદીશભાઈ સોનડાગરા મુકેશભાઈ ભાડેસીયા હર્ષદભાઈ બકરાણીયા કિશોરભાઈ અંબાસણા દિલીપભાઈ પંચાસરા કિશોરભાઈ બોરાણીયા કેતનભાઇ મહીધર્યા ઘનશ્યામભાઈ દુદકિયા અને મુકેશભાઈ વડગામા એ રાજકોટ ખાતે યોજાનારા વિશ્વકર્મા જયંતી મહોત્સવ ના વિવિધ કાર્યક્રમો અંગે વિગતો આપી હતી. વિશ્વકર્મા જયંતી નિમિત્તે શહેરના શાસ્ત્રી મંદિર ખાતે ઉભા કરેલા વિશ્વકર્મા ધામમાં બે દિવસીય જન્મોત્સવ મહોત્સવ નો પ્રારંભ તારીખ 21 ના રોજ સાંજે 7:30 વાગે દીકરી વહાલનો દરિયો કાર્યક્રમ યોજાશે તેમાં સુપ્રસિદ્ધ કલાકાર જૂનાગઢના રાજુભાઈ ભટ્ટ નીરૂબેન દવે અવધભાઈ ભટ્ટ અને સાથી કલાકારો કલા રસ પીરસસે, આ કાર્યક્રમને મુકેશભાઈ વડગામા પ્રદીપભાઈ કરગથરા અને મુકેશભાઈ ભાડેસીયા દ્વારા સ્પોન્સર કર્યું છે
બીજા દિવસે તારીખ 22 ફેબ્રુઆરી ગુરુવારે સવારે 6:00 વાગે ધ્વજારોહણથી શરૂ થનારા બીજા દિવસે મહોત્સવમાં 6:30 કલાકે મંગળા આરતી સવારે8:00 થી મહારક્તદાન શિબિર નો પ્રારંભ થશે મહારક્તદાન શિબિરોમાં પ્રથમ શિબિર વિશ્વકર્મા પ્રભુજી મંદિર દિવાનપરા મેન રોડ ખાતે સવારે 8:00 થી સાંજે આઠ 8:00અને બીજી શિબિર વિશ્વકર્મા ધામ શાસ્ત્રી મેદાન લીમડા ચોક ખાતે બપોરે 1 થી રાતના 8 સુધી ધમધમ ધમધમશે કાર્યક્રમ દરમિયાન સવારે 9:00 વાગે જ્ઞાતિ મિલન 12 15 કલાકે રાજભોગ આરતી અને બે વાગે ધારેશ્વર મંદિર ભક્તિનગર થી દાદાની શોભા યાત્રાનો પ્રારંભ થશે
વિશ્વકર્મા ધામ શાસ્ત્રી મેદાન ખાતે સમુહ લગ્નમાં બે વાગ્યે સામૈયુ ત્રણ વાગ્યે હસ્ત મેળાપ 6:15 વાગે સમૂહ આરતી અને સાંજે 6:30 વાગે સમૂહ પ્રસાદ બાદ દીકરીઓને વિદાય આપવામાં આવશે બે દિવસીય વિશ્વ ક્રમાંક જયંતિ મહોત્સવ માં સમગ્ર રાજ્યમાંથી વિશ્વકર્મા દાદા ના ઉપાસકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે વિશ્વકર્મા ભાવિકોને આ મહોત્સવ નો ધર્મલાભ લેવા પ્રમુખ રસિકભાઈ ભદ્રકિયા પ્રદીપભાઈ કરગથરા મુકેશભાઈ વડગામા અને ગુર્જર સુથાર જ્ઞાતિ ના આગેવાનોએ અનુરોધ કર્યો છે