મહાસત્તાના ‘મહારથી’ કોણ??
વિશ્ર્વની સૌથી જૂની લોકશાહી ચૂંટણી જીતવા અમેરિકામાં ૨૭૦ જાદુઈ આંકડો; ૨૮૫ ઈલેકટ્રોરલ વોટ સાથે ટ્રંપજીતની પુરી શકયતા
ચૂંટણી પરિણામો બાદ અમેરિકામાં હિંસાની આશંકા; રાત્રે ડોનાલ્ડ ટ્રંપનું રાષ્ટ્રજોગ સંબોધન
મહાસત્તાના ‘મહારથી’ કોણ બનશે ? તે પર દુનિયાભરનાં દેશોની મીટ મંડાઈ છે. વિશ્ર્વની સૌથી જૂની લોકશાહીના ચૂંટણીપર્વમાં અમેરિકનોના મતદાન બાદ પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર જો બિડેનની જોરદાર ટકકર છતાં અમેરિકામાં ‘ટ્રંપકાર્ડ’ યથાવત રહે તેવી શકયતા છે. જોકે, જો બિડેનને સતત બઢોતરી મળી રહી છે. પરંતુ રિપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રંકનો વોટશેર વધુ છે. આથી વિશ્ર્વના મહાસતા દેશ અમેરિકામાં ટ્રંપનું પાન્નું ફરી ચાલે તેવી અટકળો છે. કેલિફોર્નિયા, ફલોરિડા સહિતના દેશો ગેમ ચેન્જર તરીકે સાબિત થઈ શકે છે. વિશ્ર્વની સૌથી જૂની લોકશાહીના ચૂંટણી જીતવા અમેરિકામાં ૨૭૦નો આંકડો જાદુઈ આંકડો ગણાય છે. ૨૮૫ ઈલેકટ્રોરલ વોટની સાથે ટ્રંપની જીતની પૂરી શકયતા છે.
અમેરિકામાં કુલ ૫૦ રાજયો છે. મહાસત્તાના મહારથી બનવા ટ્રંપ અને બિડેનને બહુમત ૨૭૦ ઈલેકટ્રોરલ વોટની જરૂર છે. જેમાંથી ૨૩૦ ઈલેકટ્રોરલ વોટની સાથે બિડેન ટ્રંપને કાંટાની ટકકર આપી રહ્યા છે જયારે ૨૧૩ ઈલેકટ્રોરલ વોટની સાથે ટ્રંપ પાછળ છે. પરંતુ અમેરિકાના ન્યુજર્સિ, ફલોરિડા, કેલિફોર્નિયા જેવા મહત્વના પાંચ રાજયો સમગ્ર બાજી પલ્ટી શકે છે.
ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર બિડેને ન્યુમેકિસકો, મૈસાચુસેટસ, ન્યુજર્સી, મેરીલેન્ડ, વર્મોટ, કનેડિકટ, ડેલાવેયર, કોલોરાડો ઉપરાંત ન્યુ હેમ્પ પર જીત મેળવી છે. જયારે ડોનાલ્ડ ટ્રંપે વ્યોમિંગ, કંસાસ, મિસૌરી, મિસિસિપી, યુટાહ નેબ્રાસ્કા, લુઈસિયાના પર જીત હાંસલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાનાં પ્રમુખપદ માટેની આ ચૂંટણી સમગ્ર દુનિયા પર અસર ઉપજાવનારી બને છે. યુએસએના પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રંપ યથાવત રહે તો ભારત વિશ્ર્વના દેશો પર એક અલગ અસર ઉપજી શકે છે. જયારે નવા પ્રમુખ જો બિડેન બને તો પણ અલગ પરિણામો ઉભા થઈ શકે છે. જેની અટકળોનો ભારતીય ઉપરાંત, વિશ્ર્વના શેર બજારો પર મોટી અસર પડી રહી છે.
અમેરિકાના અતિમહત્વના બિંદુરૂપ ગણાતા ટેકસાસ પર ટ્રંપ-બિડેન વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી રહ્યો છે. ટ્રંપને દક્ષિણ કેરોલિના અને અલાબામાં જીત મળી છે. અમેરિકાની ગત ચૂંટણીમાં ફલોરિડાપ્રાતં અતિ મહત્વનું કાર્ડ સાબિત થયું હતુ. મુળ ભારતીય અમેરિકનો દ્વારા ગત ચૂંટણીમાં આ બેઠક પર ૨૫% જેટલુ મતદાન થયું હતુ જયારે આ વખતે ૩૫% જેટલુ મતદાન નોંધાયું છે જે ડોનાલ્ડ ટ્રંપ માટે મોટા ફાયદારૂપ સાબિત થશે.
અમેરિકાની ચૂંટણીમાં ૨૭૦નો આંકડો જાદુઈ આંકડો ગણાય છે. આ પરથી જ નકકી થાય છે કે, આગામી ચાર વર્ષ વ્હાઈટ હાઉસમાં કોણ સત્તા જમાવશે. અમેરિકી પ્રમુખ પદ હાંસલ કરવા માટે ઉમેદવારે નિર્વાચક મંડળના ઓછામાં ઓછા ૨૭૦ મતોની આવશ્યકતા હોય છે. ૫૦ રાજયોમાં ૫૩૮ સદસ્ય નિર્વાચક મંડળનો તે જાદુઈ આંકડો છે. પ્રત્યેક રાજયનો અલગ અલગ સંખ્યામાં નિર્વાચક મંડળ મત ફાળવાય છે.
ચૂંટણીમાં છબરડાં થયા હોવાનો ટ્રંપનો દાવો: સુપ્રીમમાં પડકાર ફેંકવા તૈયાર
અમેરિકાની પ્રમુખપદ માટેની ચુંટણીના પરિણામોમાં નવો વળાંક આવ્યો છે. મહાસત્તાના મહારથી કોણ બનશે? તેની માટે હજુ વધુ રાહ જોવી પડે તેવા સંજોગ ઉભા થયા છે. જોરદાર જંગની વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રંપે મતદાન ગણતરીમાં છબરડાં થયા હોવાનો આક્ષેપ કર્યો છે અને આ માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી બતાવી છે. ડોનાલ્ડ ટ્રંપે દાવો કર્યો છે કે, તેઓની ટેકસાસ, નોર્થ કૈરોલિના અને જોર્જિયામાં જીત નકિક છે. પરંતુ અમેરિકા સાથે અન્યાય થયો છે. ચુંટણીના આખરી પરિણામો આશ્ર્ચર્યજનક હશે. અને રિપબ્લિકન પાર્ટી જેવા પરિણામો ઇચ્છે છે તેવા જ આવશે. અમારી જીત નકિક જ છે. ચૂંટણીમાં ગડમથલ થઇ હોવાના ટ્રંપના આરોપથી મોટી હડકપ મચીગયો છે. ટ્રંપે એવા સમયે સુપ્રીમમાં પડકાર ફેંકવાની વાત છેડી છે જયારે મિશિગન, વિસ્કોન્સિન, પેસિલવેનિયા અને જોર્જિયામાં હજુ મતગણતરી ચાલી રહી હતી. ટ્રંપે જો બિડેન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, તે ચુંટણીમાં ચોરીની કોશિશ કરી રહ્યા છે. જે અમે કયારેય સફળ થવા નહીં દઇએ પોલ બંધ થયા બાદ વોટીંગ થઇ શકે નહિ પરંતુ તેમ છતાં વોટીંગ થયું છે જેની સામે સુપ્રીમમાં જઇશું.
ઉલ્લેખનીય છે કે, અમેરિકિ ચૂંટણી પ્રક્રિયામાં બિડેન અને ટ્રંપ વચ્ચે તીક્ષ્ણ હરિફાઇ ચાલી રહી છે. જો બિડેન ટ્રંપને કાંટાની ટકકર આપી રહ્યા છે. પરંતુ તેમ છતાં અમેરિકાના પ્રમુખ પદે ટ્રંપ કાર્ડ યથાવત રહે તેવી પુરી શકયતા છે.