વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતનું અર્થતંત્ર સંપૂર્ણ પણે મતદાતાની સ્વાયત મરજી અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનું અધિકાર ભારતના આદર્શ લોકતંત્રનું હાર્દ ગણવામાં આવે છે ભારતીય લોકતંત્ર દેશના પ્રત્યેક મતદાર અને છેવાડાના મતદાર નાગરિકની સ્વાયત્તતા માં કોઈ પ્રકારનો ભેદભાવ રાખતું નથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ની ચૂંટણીઓથી લઈ દેશની સર્વોચ્ચ મહાપંચાયત મા દેશ હિત ધરાવતા યોગ્ય ઉમેદવારોને ને દેશનું સંચાલન સુપેરે ચાલે તે માટે દરેક નાગરિકને પોતાના મરજી મુજબના પ્રતિનિધિઓ ચુંટીને મોકલવા નો અધિકાર આપ્યો છે એટલે તો ભારતના મતદારોને લોકતંત્રના ખરા રાજાનું બિરુદ આપવામાં આવ્યુ છે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો આ માહોલ અત્યારે ગુજરાતના મતદારો માટે યોગ્ય ઉમેદવારોને ચૂંટવાના અવસરના રૂપમાં આવ્યું છે ત્યારે રાજ્ય અને દેશ નો વિકાસ પુર બહારમાં થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર ચૂંટાય તે માટે મતદારોએ ચીવટપૂર્વક જરાપણ સંકોચ કે આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર ચૂંટણી રણમેદાનમાં ઉતરેલા મુરતિયાઓ માંથી સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર ચુંટાઇ તે માટે અવશ્ય મતદાન કરવું જોઈએ કહેવાય છે કે જનતા જનાર્દન ઈચ્છા અને લોક ચુકાદામાં કુદરતનો સંકેત હોય છે ભારતીય લોકતંત્ર માં સામૂહિક જનચેતનાનું ખૂબ જ મહત્વ રહ્યું છે, મતદાન અંગેની જાગૃતિ માટે તંત્ર અને ખાસ કરીને ચૂંટણી પંચ સતત કવાયત કરતું રહે છે લોકતંત્રમાં જેમ બને તેમ વધુ ને વધુ મતદારો ચીવટપૂર્વક મતદાન કરે તો તેના સીધા ફાયદા લોકતંત્રની પરિપકવતા ના રૂપમાં થાય છે મતદારોની જાગૃતિથી અનેક ફાયદા થાય છે જેમાં સૌથી મોટો ફાયદો રાજકીય પક્ષોને પોતાની જવાબદારી આ અંગે સજાગતા આવે છે વિડિયો શાસક પક્ષ ને યોગ્ય શાસન કરવાની ફરજ પડે છે વિપક્ષને શું શાસનમાં ચીવટપૂર્વક ધ્યાન આપવાની ફરજ પડે છે મતદાર પાસે કોઈપણ ઉમેદવારના નસીબમાં રાજકીય યોગ લખવા કે ભૂસવા ની તાકાત પડી છે તંદુરસ્ત લોકશાહીમાં રાજકીય પક્ષો સફળ હોવા જોઈએ પરંતુ સાથે સાથે મતદારો ને સામૂહિક ટોળાશાહીના બદલે વ્યક્તિગત જાગૃતિ ની દ્રષ્ટિ કેળવવી જોઈએ, લોકતંત્રમાં ધર્મ જાતિ જ્ઞાતિ સંપ્રદાય કે નિશ્ચિત વોટબેંક ઉભી કરવા નું રાજકારણ મહદંશે નાદુરસ્ત ગણાય છે પ્રત્યેક મતદાર ના દ્રષ્ટિકોણના એક એક બિંદુ મળીને તંદુરસ્ત લોકશાહીની ચિત્ર ઉભુ કરે છે લોકતંત્રમાં મતદારોની જાગૃતિ ક્રાંતિ લાવી શકે છે એ જ રીતે મતદારોમાં કૃતિ નિરાશા ઊભી કરીને કેટલાક અયોગ્ય તત્વો પોતાની હાર-જીતની બાજી સરખી કરી લેતા હોય છે અમેરિકા બ્રિટન જેવા જાગૃત લોકતંત્રમાં મતદાનની ટકાવારી ખૂબ ઊંચી હોય છે ભારતમાં પણ હવે સરેરાશ દર વખતે મતદાનની ટકાવારી વધતી જાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં એક એક મતની કિંમત હોય છે પંચાયતી રાજ વ્યવસ્થા માંથી ધારાસભ્ય અને સાંસદ અને વડાપ્રધાન સુધીના લોકસેવકો રાજકારણમાં ઉભરતા હોય છે મતદાન કરાવવાની સાથે સાથે મતદારોને રોકીને પણ રાજકીય પાસાગોઠવવામાં આવતા હોય છે, આવી નકારાત્મક રાજકારણ સામે દરેક મતદાર ને પોતાનો મત કોઈને કોઈને તો આપવો જ જોઈએ જેનાથી લોકતંત્ર અરે રાજકીય સેવકોમાં પોતાની જવાબદારી જાગૃતિ અને હેસિયત અંગે દ્રષ્ટિકોણ રયયહત એ દેશનું ચૂંટણી પંચ વધુ ને વધુ મતદાન થાય તે માટે કવાયત કરી રહ્યું છે ભારતના બિનનિવાસી ભારતીયો અને વિશ્વના કોઈ પણ ખૂણામાંથી ઇલેક્ટ્રોન બેલેટ ના માધ્યમથી ભારતમાં મતાધિકાર આપવાની તૈયારીઓ થાય છે પરંતુ દેશમાં સામાજિક આર્થિક કારણોસર પોતાના મતદાન મથક થી દુર વસતા હિજરતી મતદારોને કોઈ ગણકારતું નથી દેશમાં મોટી ટકાવારીના મતદારો ચૂંટણી વખતે પોતાનો મત આપી શકતા નથી આવા મતદારોને પણ મતનો અધિકાર આપવો જોઈએ ચૂંટણીમાં ઘણી એવી બેઠકો હોય છે કે જે ખૂબ જ નાના તફાવતથી હાર જીતો થતી હોય છે આવી બેઠકો પર મતદાન ન કરનારા નુકસાનકારક સાબિત થાય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મળેલો મતદાર મતદાન નો ઔષધ દરેક નાગરિકે જવાબદારીપૂર્વક ભાગ લઈને લોકતંત્રને મજબૂત કરવું જોઈએ.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત