ભાયાવદર પ્રવેશ દ્વાર સહિતના કામોના લોકાર્પણ: સ્વ. હેમાનીબાની પ્રથમ વાર્ષિક પૂણ્યતીથિ નિમિત્તે ભવ્ય રકતદાન કેમ્પ યોજાયો
પૂર્વ સાંસદ પટેલ: પૂર્વ ધારાસભ્ય માકડીયા, કલ્યાણમૂર્તિ સ્વામીની પ્રરેક ઉપસ્થિત
તાલુકાના ભાયાવદર ગામે શ્રી ગુલાબસિંહ હરીસંગ ચુડાસમા તથા ચુડાસમા પરિવારના સૌજન્યથી સ્વ. કુ હેમાનીબા ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિ નિમિતે બ્લડ કેમ્પ, બ્લડ બેંક હોસ્પિટલ, નગરપાલીકા દ્વારા ગુજરાતનું પ્રથમ વાઈફાઈ સીટી સીસીટીવી કેમેરાનું લોકાર્પણ તેમજ સરભગવત સિંહજી સમયની વોલ રિવોનેશન તથા ગેઈટનું લોકાર્પણ તથા નામકરણનાં કાર્યક્રમમાં બી.એ.પી.એસ.ના સ્વામી સમાજ શ્રેષ્ઠીઓ આગેવાનોની હાજરીમા કરાયો હતો.
આ કાર્યક્રમમાં ઉદઘાટન તરીકે ખાસ ઉપસ્થિત રહેતા જૂનાગઢ સ્વામી નારાયણ મંદિરનાં પૂ. યોગી સ્વરૂપ સ્વામીજીએ જણાવેલ સરભગવતસિંહના રાજયમાં પ્રજાને ગમે તેવા ચબરબંધક્ષ સામે યોગ્ય ન્યાય મળતો હતો. આવા ગામના સર ભગવતસિંહજીને યાદ અપાવે તેવા ગુલાબસિંહ હરીસંગ ચુડાસમા તથા ચુડાસમા પરિવારના ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા પોતાના પૈસા તથા શકિત ગામની સુખાકારી માટે વાપરે તે ગામ માટે ગૌરવની વાત છે. સાચો દાનવીર તેનેજ કહેવાય કે જે પોતાનું ધન યોગ્ય રીતે બીજા સમાજો ક્ગામ માટે વાપરે આજે ભાયાવદર ગામ નગરપાલીકાના અણીશુધ્ધ વહીવટકર્તાઓને કારણે રાજયનું પ્રથમ વાઈફાઈ સીટી અને સીસીટીવી કેમેરાથી સજજ બન્યું છે. આને કારણે ગામમાં ચોરી સહિત અસામાજીક પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે વધુમાં પૂ. યોગીસ્વરૂપ સ્વામીજીએ કહ્યું હતુકે ગામમાં એક વર્ષ પહેલા ચુડાસમા પરિવાર લાડકી દિકરી કુ. હેમાનીબા ભગવાને પ્યારી થઈ ગઈ તેની યાદમાં નગરપાલીકા અને ચુડાસમા પરિવારના સહયોગથી જે બ્લડ કેમ્પ યોજાયો તેનાથી હજારો માણસોના જીવન મોતના મુખમા જતા બચશે આવા પ્રેરણા દાયી અને સમાજ ઉપયોગી કાર્યો ચુડાસમા પરિવાર કરતો રહ્યે તેવી શુભેચ્છા આપી હતી સ્વ.
હેમાની બાની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ માં ૨૦૦ સીસી રકત એકત્ર થયેલ હતુ આ તકે જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરનાં પૂ. યોગીસ્વપદાસજી સ્વામી પૂ. કલ્યાણમૂતિ સ્વામી પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા ભાયાવદર નગરપાલીકાના પ્રમુખ અતુલભાઈ વાછાણી, ઉપપ્રમુખ ચુડાસમા કારોબારી ચેરમેન વી.સી. વેગડા, શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ વિરોજા શહેર ભાજપના પ્રમુખ મિતેશભાઈ અમૃતીયા, ઉપલેટા નગરપાલીકાના પ્રમુખ દાનભા, ચંદ્રવાડીયા ઉપપ્રમુખ રણુભા જાડેજા માર્કેટીંગ યાર્ડના ઉપપ્રમુખ રાજાભાઈ સુવા ઉપલેટાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ નિતિનભાઈ અધેરા, શહેર ભાજપ મહામંત્રી નિકુલભાઈ ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મહેન્દ્રભાઈ ભાણરેકીયા, રાજપુત સમાજના આગેવાન રેવતુભા દેવીસંગ ચુડાસમા બહાદૂરસિંહ ચુડાસમા, પ્રવિણસિંહ ચુડાસમા, ભાયાવદર હવેલીના પ્રમુખ વલ્લભભાઈ લાલાણી રોટરી કલબના પ્રમુખ દિલીપભાઈ ભાટીયા, લોહાણા સમાજના પ્રમુખ જેન્તીભાઈ લુકકા, જલારામ મંદિરના પ્રમુખ ભરતભાઈ ચના બાબરા, સાતવડીના સરપંચ જટુભા વાળા ચીખલીયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ વાળા જયદેવભાઈ વાળા તથા વિવિધ સમાજના આગેવાનો શહેરના વેપારીઓ વિવિધ સામાજીક સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.
આજથી એક વર્ષ પહેલા જીલ્લા ભાજપના અગ્રણી ઈન્દ્રવિજયસિંહ ચુડાસમાની લાડલી પુત્રી હેમાની બાનું અકસ્માતમાં અકાળે અવસાન થતા પરિવાર ઉપર વજ્રઘાત આવી પડયો હતો. ચુડાસમા પરિવારની લાડકવાય દિકરીના અવસાનથી સુમસામ બની ગયેલ પણ પૂ. સ્વામીના આશિવાદથી ચુડાસમા પરિવાર ધીમેધીમે આ આઘાતમાંથી બહાર આવી સ્વ. હેમાનીબાની યાદમાં પ્રજાને લોક ઉપયોગી થાય તેવા કરવાના નેમ સાથે અગાઉ ભાયાવદર ગામે સ્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો તેમાં ઘણા લોકોએ વિવિધ બહાર ગામના ડોકટરોની સેવા લીધી હતી આજે એક વર્ષ પૂરૂ થતા ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા પરિવારના સહયોગથી સ્વ. હેમાની બાની યાદમાં ભવ્ય પ્રવેશ દ્વાર નામાકરણ વિધી બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ બાળકોને ધાબળા વિતરણ, ગયોને નિરણ તેમજ નિરાધાર વૃધ્ધોને વિવિધ ઘણ ઉપયોગી વસ્તુ અર્પણ કરાઈ હતી અને સ્વ. હેમાની બા ના દિવ્ય આત્માને શાંતી મળે તેવી પ્રાર્થના કરાઈ હતી.