જાનની અલ્ટો કાર અને ટ્રક વચ્ચે સામાન્ય ઘર્ષણ થતા જાનૈયાઓ બેકાબુ
અબતક,ગોંડલ
અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરુડી ટોલનાકા પાસે અલ્ટો કાર અને ટ્રક વચ્ચે સામાન્ય ઘર્ષણ થતા ટ્રક ચાલકને અલ્ટો કારમાંથી ચાર શખ્સોએ ઉતારી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મેંદરડા જીઈબી પાસે રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા અરવિંદભાઈ નાનજીભાઈ મકવાણા એ પોલીસ ફરિયાદ મા જણાવ્યુ કે પોતે ટ્રક ૠઉં11ઝઝ 7093 લઈ મેંદરડા થી ઘઉં ભરી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટોલનાકા પાસે અલ્ટો કાર ચાલકે ડાબી સાઈડ થી ટ્રકને ઓવરટેક કરવા જતા આગળ બીજો ટ્રક પસાર થતો હોય અલ્ટો કાર ટ્રક સાથે અથડાતા અલ્ટો કારમાંથી ચાર શખ્સોએ ઉતરી ગાળો ભાંડી ઢીકાપાટુનો મારમારી છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરી પથ્થર વડે ટ્રકના કાચ ફોડી નાખ્યા હતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323 504 114 427 શાભ 135 મુજબ ગુનો નોંધી અલ્ટો કાર ના શખ્સોની તપાસ હાથ ધરી હતી ટ્રકચાલકે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે અલ્ટો કારની આગળ અને પાછળની નંબર પ્લેટ ઉપર ભાર્ગવ એન્ડ હેપી લખેલા લગ્નના સ્ટીકર મારેલા હતા જેથી નંબર દેખાતા ન હતા પરંતુ મોબાઇલમાં અલ્ટો કાર ના ફોટોગ્રાફ્સ ક્લિક કરી લીધા હતા જે પોલીસને આપ્યા હતા અને તેમાં હુમલો કરનાર ચારેય શખ્સો દેખાઈ રહ્યા છે જેને રૂબરૂ જોવાથી ઓળખી લેશે તેવું અંતમાં જણાવ્યું હતું. તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.